નસીરુદ્દીન શાહ પર નજીકના મિત્રએ જ કર્યો હતો હુમલો તો,ત્યારે આ મિત્રએ બચાવ્યો હતો જીવ….
બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં મિત્રો શોધવા ખૂબ જ મુશ્કેલ બાબત છે.ઇન્ડસ્ટ્રીનું વાતાવરણ એવું છે કે લોકો નાની નાની વાત પર વર્ષો સુધી દુશ્મની રાખે છે.આ હોવા છતા અમને કેટલીક એવી વાર્તાઓ પણ જોવા મળે છે જેણે મિત્રતાનું અનોખું ઉદાહરણ સ્થાપિત કર્યું છે.આવો જ એક કિસ્સો અભિનેતા નસીરુદ્દીન શાહ સાથે જોડાયેલો છે.નસીરુદ્દીન શાહે સ્વર્ગસ્થ અભિનેતા ઓમ પુરી વિશે એક કિસ્સો સંભળાવ્યો છે કે તેમણે તેમના જીવ પર રમીને નસીરુદ્દીન શાહનો જીવ બચાવ્યો હતો.નસીર સાહેબ અને દિવંગત અભિનેતા બંને ખૂબ સારા મિત્રો હતા.તો ચાલો જાણીએ કે તે સમય શું હતો.
નસીરુદ્દીન શાહ અને ઓમપુરી તેમના કોલેજકાળથી જ સારા મિત્રો હતા.2014 માં નસીરુદ્દીન શાહે તેમના પુસ્તક ‘એન્ડ ધેન વન ડે:અ મેમોયર’માં જણાવ્યું હતું કે બોલિવૂડમાં આવ્યા પછી આ કોલેજની મિત્રતા વધુ મજબૂત બની હતી.તેમની સાથે થયેલા અકસ્માતનો ઉલ્લેખ કરતા નસીરુદ્દીન શાહે કહ્યું હતું કે ઓમ પુરીએ તેમનો જીવ એક પાગલ મિત્રથી બચાવ્યો હતો.
વર્ષ 1977માં બોલિવૂડના પ્રખ્યાત નિર્દેશક શ્યામ બેનેગલ ફિલ્મ ‘ભૂમિકા’નું શૂટિંગ કરી રહ્યા હતા.આ ફિલ્મમાં સ્મિતા પાટીલ અને અમોલ પાલેકર સાથે ફિલ્મના મુખ્ય પાત્રો નસીરુદ્દીન શાહ અને ઓમપુરી પણ મહત્વની ભૂમિકામાં હતા.એક દિવસ શૂટિંગ પછી બંને ઢાબા પર ખાવા માટે ગયા હતા.પછી અચાનક ઓમપુરીએ જોયું કે નસીર સાહેબનો નજીકનો મિત્ર જસપાલ ઝડપથી તેમની તરફ આગળ વધ્યો અને અચાનક નસીરુદ્દીન શાહ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો.જસપાલ બીજો વાર કરતો તે પહેલા ઓમપુરીએ તરત જ તેનો હાથ પકડી લીધો અને જ્યાં સુધી તેઓ તેના હાથમાંથી છરી ન છોડાવે ત્યાં સુધી તેને છોડ્યો નહીં.
આ હુમલા બાદ નસરુદ્દીન શાહ લોહીથી લથપથ થઈ ગયા હતા.ઓમ પુરીએ તેમને કોઈક રીતે ઢાબામાંથી બહાર કાઢ્યા અને પોલીસને જાણ કરી.પોલીસે જસપાલની ધરપકડ કરી અને આમ ઓમપુરીએ પોતાના મિત્ર નસીરુદ્દીન શાહનો જીવ પોતાનો જીવ જોખમમાં મૂકીને બચાવ્યો.નસરુદ્દીન શાહે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે તેઓ જસપાલને પોતાનો સાચો મિત્ર માનતા હતા પરંતુ તે તેમની સફળતાની ઈર્ષ્યા કરતો હતો અને તેમના પર હુમલો કર્યો હતો.
એ ઘટનાને યાદ કરતાં નસીરુદ્દીન શાહે લખ્યું છે કે ‘તે દિવસે ઓમ પુરી મને પોલીસની કારમાં હોસ્પિટલ લઈ ગયા અને તે પણ મોડું કર્યા વિના.તે મારા સાચા મિત્ર હતા.મારો જીવ બચાવવા તે કંઈ પણ કરી શકતા હતા.