નશેડીયાઓને થાર ગાડી સાથેનું સર્કસ કરવું પડ્યું મોઘું,યુવાનો ધડાધડ પડ્યા નીચે,જુઓ વિડીયો – GujjuKhabri

નશેડીયાઓને થાર ગાડી સાથેનું સર્કસ કરવું પડ્યું મોઘું,યુવાનો ધડાધડ પડ્યા નીચે,જુઓ વિડીયો

સોશિયલ મીડિયાનું ભૂત લોકોના મગજમાં એવું ઘર કરી ગયું છે કે અહીં દરેક વ્યક્તિ લોકપ્રિય બનવા માંગે છે.કેટલાક લોકો આ માટે સખત મહેનત કરે છે તો કેટલાક લોકો હાસ્યાસ્પદ વાતો કરીને ચર્ચામાં રહેવાનો પ્રયાસ કરે છે.તે જ સમયે એક વર્ગ એવો પણ છે જે ફક્ત વિડિઓ પર લાઇક્સ અને વ્યુઝ મેળવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકતા બિલકુલ અચકાતા નથી.

આવામાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.જ્યાં થાર પર કેટલાક યુવકો સાથે મળીને સ્ટંટ કરી રહ્યા હતા પરંતુ પછી એવું થયું કે તેમને હોસ્પિટલ જવું પડ્યું.બિહારના સમસ્તીપુર જિલ્લામાંથી એક વીડિયો વાયરલ થયો છે.જેમાં 6 યુવકો જીપમાં બેસીને સ્ટંટ કરી રહ્યા હતા.પછી જીપ પલટી ગઈ અને બધા નીચે પડ્યા.આ દરમિયાન જોરદાર અવાજમાં ભોજપુરી ગીત પણ વાગી રહ્યું હતું.

આ વીડિયો 15મી ઓગસ્ટનો છે.આ મામલો તાજપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ગદ્દોપુર પેઠિયાનો છે.મંગળવારે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કેટલાક યુવકો જીપની અંદર બેઠા છે અને કેટલાક જીપની બહાર લટકી રહ્યા છે.તે બગીચામાં પુરપાટ ઝડપે જીપ ચલાવી રહ્યા છે.

જીપે ગાર્ડનનો પહેલો રાઉન્ડ લીધો.પરંતુ બીજા રાઉન્ડમાં જીપ પલટી ગઈ અને એક પછી એક બધા નીચે પડી ગયા. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા છે.આ પછી આસપાસ હાજર લોકોએ જીપની નીચેથી બધાને બહાર કાઢ્યા.વીડિયો સામે આવ્યા બાદ પોલીસ હવે કાર્યવાહીની વાત કરી રહી છે.સ્ટંટ કરનારા યુવકોની ઓળખ કરવામાં આવી રહી છે.જણાવવામાં આવી રહ્યું છે કે યુવકો નશામાં હતા.દરેક લોકો 15મી ઓગસ્ટની ઉજવણી કરી રહ્યા હતા.

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ લોકો અલગ-અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે.આ પ્રકારનો સ્ટંટ જીવલેણ પણ બની શકે છે.તમને ખ્યાલ જ હશે કે સ્ટંટના આવા અનેક વિડીયો આપણને રોજબરોજ સોશિયલ મીડિયા ઉપર જોવા મળે છે ત્યારે ક્યારેક લોકો છુટા હાથે ગાડીઓ ચલાવતા હોય છે. તેઓ ક્યારેક ગાડીની બોનેટ ઉપર બેસીને સ્ટંટ કરતા હોય છે. અને પોતાના જીવને સાથે અન્ય લોકોને પણ ગંભીર સ્થિતિમાં નાખી દેતા હોય છે એટલે અનેક વાર આવા યુવાનો અને લોકોને પોલીસ દ્વારા મોટી રકમનો દંડ પણ કરવામાં આવતો હોય છે. છતાં પણ આવા યુવાનો પોતાની હરકતો ચાલુ જ રાખતા હોય છે.