નવા વર્ષના પ્રારંભ સાથે ભાઈબીજના દિવસે નવસારીમાં મહિલાઓના ચહેરા પર દેખાઈ ખુશી,કારણ જાણીને તમે પણ ખુશ થઈ જશો…. – GujjuKhabri

નવા વર્ષના પ્રારંભ સાથે ભાઈબીજના દિવસે નવસારીમાં મહિલાઓના ચહેરા પર દેખાઈ ખુશી,કારણ જાણીને તમે પણ ખુશ થઈ જશો….

નવા વર્ષના પ્રારંભ સાથે ભાઈબીજનો તહેવાર હોય છે.જેની બધા હર્ષ-ઉલ્લાસ સાથે ઉજવણી કરતા હોય છે.તમને જણાવીએ કે ભાઈબીજના દિવસે બહેનો માટે નવસારી-વિજલપોર નગરપાલિકા દ્વારા સીટી બસ એજન્સી સાથે મળી મફત મુસાફરી કરવાની ભેટ આપતા મહિલાઓમાં ખુશી જોવા મળી હતી.

ભાઈબીજના દિવસે મોટી સંખ્યામાં ભાઈઓ બહેનના ઘરે અથવા બહેન ભાઈના ઘરે જતી હોય છે.ત્યારે આજના મોંઘવારીના જમાનામાં ટ્રાન્સપોર્ટ મોંઘુ પડતું હોવાનું ધ્યાનમાં રાખી નવસારી-વિજલપોર નગરપાલિકા દ્વારા ખાનગી બસ એજન્સીના સહયોગથી શહેરમાં શરૂ કરાયેલી સીટી બસમાં તમામ બહેનો માટે મફત મુસાફરીની જાહેરાત કરવામાં આવી હતી.

તમને જણાવીએ કે મફત મુસાફરીની જાણ બસમાં બેઠા પછી જ મહિલાઓને કરવામાં આવી હતી.જે જાણી તમામના ચહેરાઓ ખીલી ઉઠ્યા હતા.બસમાં બેઠેલ યુવતીઓથી લઈ વૃદ્ધાઓએ પાલિકા અને એજન્સીનો આભાર વ્યક્ત કર્યો હતો.

બસ એજન્સીના મેનેજર ચિંતન ત્રિવેદીએ જણાવ્યું હતું કે આજે ભાઈબીજનો તહેવારને લઈને તમામ મહિલાઓ બાળકો માટે અમે આજે નિશુલ્ક બસ સેવાની ભેટ આપી છે. જેને લઈને એજન્સીને ઘણી ખુશી થાય છે.ઉલ્લેખનીય છે કે દિવાળી સાથે ભાઈબીજના તહેવારનું ખુબ મહત્વ હોય છે.ત્યારે આ પ્રકારની સેવાને લઈને મહિલાઓ ધણી ખુશ થતી નજર જોવા મળી હતી.