નવા બનેલા મેટ્રો સ્ટેશનને પણ ન છોડ્યું લોકોએ,સ્ટેશન કર્યું પિચકારીઓ મારીને લાલ…. – GujjuKhabri

નવા બનેલા મેટ્રો સ્ટેશનને પણ ન છોડ્યું લોકોએ,સ્ટેશન કર્યું પિચકારીઓ મારીને લાલ….

અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા હલ થાય તે માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરી મેટ્રોની સેવા શરુ કરવામાં આવી છે.આજે લોકો મેટ્રોની મુસાફરી કરી ફટાફટ એકથી બીજી જગ્યા પર પહોંચી રહ્યા છે.તાજેતરમા શાનથી શરૂ કરાયેલી અમદાવાદ મેટ્રોના સ્ટેશન પર એક મોટી સમસ્યા સર્જાઈ રહી છે.દેશભરમાં સ્વચ્છતાને લઈને સતત લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.

તે છતાં ગંદકી વધી રહી છે.તમને જણાવીએ કે લોકો મેટ્રો સ્ટેશનમાં પાન-મસાલાની પિચકારી મારી ગંદકી ફેલાવી રહ્યા છે.ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં પાનની પિચકારીથી ગંદી થયેલી દિવાલો જોવા મળે છે.ત્યારે મેટ્રો રેલ શરૂ થયાને માત્ર ગણતરીના જ દિવસોમાં થયા છે ત્યા તો માવા-મસાલાના બંધાણીઓનો ત્રાસ સામે આવી ગયો છે.માવાના બંધાણીઓએ સ્ટેશન પર મારી પાન-માવાની પિચકારી તે સમગ્ર ઘટનાનો વીડિયો પણ જોરદાર વાયરલ થઈ રહ્યા છે.

મેટ્રો રેલ પ્રોજેકટના સંચાલકો અને કર્મચારીઓ દ્વારા પૂરતું ધ્યાન રાખવામાં આવી જ રહ્યું છે.મુસાફરો જોડે પાન મસાલા હોય તો બહાર મૂકાવી દેવામાં આવે છે.તેમ છતાં છૂપાવીને પાન મસાલા લઈ જવામાં આવે છે.એટલુ જ નહિ પાન મસાલા ખાધા બાદ મેટ્રો સ્ટેશને જ જ્યાં-ત્યાં પિચકારીઓ પણ મારે છે.તમને જણાવીએ કે અટલ બ્રિજને પણ લોકોએ પાનની પિચકારીથી દૂર રાખ્યો નથી.