નવાનવી લગ્ન કરીને માં અંબાના દર્શન કરવા અંબાજી જઈ રહયા હતા,રસ્તામાં આ સફળ દંપતીના જીવનનો આવ્યો અંત….
રાજ્યમાં અનેક એવા કિસ્સા સામે આવતા હોય છે જે જાણીને દરેક લોકો ખુબજ દુઃખી જોવા મળતા હોય છે.જયારે લગ્ન પછી રાજીખુશી રહેતા પરિવારને કોઈની નજર લાગી ગઈ હોય તેવી ઘટના સામે આવી છે.
જેમાં એક કપલે નવો ઘર સંસાર ચાલુ કર્યો અને એક મહિનો પણ થયો ન હતો તેટલામાં જ દંપતી પર કાળ ત્રાટકયો હતો.નવી દુલ્હનની હાથની મહેંદી પણ સુકાઈ ન હતી અને પરિવારમાં આભ તૂટી પડ્યું હતું.
લગ્ન બાદ માતાજીના દર્શન કરવા માટે ગયેલ કપલનું મોત થયું હતું રિપોર્ટના આધારે પોલીસે વિવિધ કલમો હેઠળ કેસ નોંધીને તપાસ હાથધરી છે મળતી માહિતી મુજબ કપડવંજ મોડાસા રોડ પાસે સોમવારે કાર અને ટેન્કર વચ્ચે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
કારમાં સવાર બે ના મોત થયાની વિગતો મળી છે જે અકસ્માત અર્ટિગા ગાડી અને ટેન્કર વચ્ચે સર્જાયો હતો.જેમાં ગાડીમાં સવાર નવ દંપતીનું મોત નીપજ્યું હતું અને અંબાજી દર્શન કરી ગાડીમાં પરત ફરી રહેલા હસમુખ ભાઈ કનુભાઈ અને તેમની પત્ની બંનેએ પોતાનો કિંમતી જીવ ગુમાવ્યો હતો.
આ નવ દંપતી મહીસાગરના વીરપુરમાં આવેલા હાંડીયાના રહેવાસી છે.તેઓ તેમના સબંધીને મળીને ઘરે પરત ફરી રહ્યા હતા તે સમયે અકસ્માતનો ભોગ બન્યા હતા.આ બનેલી ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળ પરપહોંચી ગઈ હતી અને બંને યુવક અને યુવતીના મૃતદેહને PM માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથધરી હતી અકસ્માતમાં મૃત્યુ પામેલા દંપતીના થોડાક દિવસ પહેલા જ લગ્ન થયા હતા.
વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. અમારી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.