નવસારીમાં વરસાદ આવવાથી પાણી પાણી થઇ જતા ત્યાં ફસાયેલા વૃદ્ધ દાદીને PSI એ ગોદમાં ઉઠાવીને તેમને સલામત જગ્યાએ પહોંચાડીને માનવતા મહેકાવી. – GujjuKhabri

નવસારીમાં વરસાદ આવવાથી પાણી પાણી થઇ જતા ત્યાં ફસાયેલા વૃદ્ધ દાદીને PSI એ ગોદમાં ઉઠાવીને તેમને સલામત જગ્યાએ પહોંચાડીને માનવતા મહેકાવી.

હાલમાં ઠેર ઠેર અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે, વરસાદના કારણે ઘણા લોકો પાણીમાં ફસાઈ પણ જતા હોય છે, તેથી તે લોકોની મદદ માટે હંમેશા માટે પોલીસ તૈયાર જ રહેતી હોય છે, હાલમાં એક તેવો જ કિસ્સો નવસારી જિલ્લામાંથી સામે આવ્યો હતો, નવસારીમાં આખો દિવસ વરસાદ વસરી રહ્યો હતો તે સમય દરમિયાન બીલીમોરાના ચીખલી ગણદેવી નવસારીના વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા.

બીલીમોરા વિસ્તારના બંદર રોડના વિસ્તારમાં પાણી ભરાતા ત્યાંના સ્થાનિક લોકોને બીજી જગ્યાએ સ્થળાંતર કરવા પડ્યા હતા, તે સમયે બીલીમોરામાં ફરજ બજાવતા પીએસઆઇ ધરમસિંહ પઢેરીયાએ વૃદ્ધો અને બાળકોના જીવ બચાવીને માનવતા મહેકાવી હતી, ધરમસિંહ તે સમયે પોતાના ખોળામાં ઊંચકીને સુરક્ષિત સ્થળે લોકોને મૂકીને સેવાનું કામ કરી રહ્યા હતા.

ધરમસિંહના તે ફોટા ખુબ જ વાયરલ થયા હતા, તેથી દરેક લોકો તે ફોટા જોઈને આ પોલીસ કર્મીના ખુબ જ વખાણ કરી રહ્યા હતા, ધરમસિંહ પઢેરીયાના આ કામને જોઈને દરેક લોકો તેમના પર શુભેચ્છાઓનો વરસાદ કરી રહ્યા હતા, આ પોલીસ કર્મચારીએ પાણીમાં ફસાયેલા વૃદ્ધાને બહાર કાઢ્યા તો તે ફોટા હાલમાં ખુબ જ વાયરલ થયા હતા.

આ કામ જોઈને પીએસઆઇ ધરમસિંહ પઢેરીયાની ખુબ જ પ્રશંશા કરી રહ્યા હતા, આ પીએસઆઇએ એક વૃદ્ધાને પાણીમાં ફસાયેલી જોઈ તો તરત જ આ પીએસઆઇ તેમના જીવની ચિંતા કર્યા વગર પાણીમાં જઈને વૃદ્ધ દાદીનો જીવ બચાવીને નવું જીવનદાન આપીને માનવતા મહેકાવી હતું, આથી દરેક લોકો પીએસઆઇના આ કામને જોઈને તેમના વખાણ કરી રહ્યા હતા.

નોધ:-કોઈપણ ઘરેલુ ઉપયોગ કરતાં પહેલા ડોક્ટરની સલાહ આવશ્ય લો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *