નવસારીમાં અધૂરા માસે જન્મેલા ત્રણ બાળકોને બચાવવા માટે ડોક્ટરોએ ૭૧ દિવસ દવાખાનામાં ખુબજ સખત મહેનત કરી છે. આખરે માતા પિતા જન્મના ૭૧ દિવસ પછી પોતાના બાળકોને ઘરે લઇ જતા આંખોમાં આંસુ આવી ગયા….
નવસારી હોસ્પિટલથી એક ખુબજ સરસ કિસ્સો સામે આવ્યો છે. જેમાં અધૂરા માટે જન્મેલા ૩ બાળકોનો જીવ બચાવીને નવસારી સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ એક ઉત્તમ ઉદાહર પૂરું પાડ્યું છે. નવસારી હોસ્પિટલમાં થોડા સમય પહેલા ૩ બાળકોને અધૂરા માસે જન્મ આપવામાં આવ્યો હતો. તે ત્રણેય બાળકોનું વજન ૬૦૦ થી ૭૦૦ ગ્રામ વચ્ચે હતું.
ઉકી બેન નામના એક મહિલાએ અધૂરા માસે બે જોડિયા બાળકોને જન્મ આવ્યો હતો. બાળકોને સારવારની ખુબજ જરૂર હતી માટે તેમને તરત જ સારવાર માટે ભર્તી કરવામા આવ્યા હતા. બાળકો અધૂરા માસે જન્મ્યા હતા. એટલે તેમને શ્વાસ લેવામાં ખુબજ તકલીફ પડી રહી હતી. માટે તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
નવસારી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની દેખરેખ નીચે રાખવામાં આવ્યા હતા. અધૂરા માસે જન્મેલા આ ત્રણેય બાળકોને ૭૧ દિવસ સુધી ડોક્ટરોની દેખરેખ નીચે રાખવામાં આવ્યા હતા.
૭૧ દિવસ સુધી નવસારીના ડોક્ટરોએ આ ત્રણ બાળકોને બચાવવા માટે દિવસ રાત એક કરી દીધા હતા. આખરે ડોક્ટરો ત્રણેય બાળકોનું વજન ૭૦૦ ગ્રામથી ૧ કિલો સુધી પહોંચાડવામાં સફળ રહયા હતા.
આખરે માતા પિતા જન્મના ૭૧ દિવસ પછી પોતાના બાળકોને ઘરે લઇ ગયા હતા. માતા પિતાએ પણ પોતાના બાળકોને સ્વસ્થ જોઈને હાશકારો અનુભવ્યો હતો. માતા પિતાએ આ માટે ડોક્ટરોનો ખુબજ આભાર માન્યો હતો.