નવરાત્રી પહેલા જ બહુચરાજી મંદિરના પૂજારીએ પોતાનું જીવન ટૂંકાવી દેતા મંદિર પરિસરમાં માતમ છવાઈ ગયો અને તાપસ કરતા થયો એવો ખુલાસો કે…. – GujjuKhabri

નવરાત્રી પહેલા જ બહુચરાજી મંદિરના પૂજારીએ પોતાનું જીવન ટૂંકાવી દેતા મંદિર પરિસરમાં માતમ છવાઈ ગયો અને તાપસ કરતા થયો એવો ખુલાસો કે….

નવરાત્રી પહેલા જ એક દુઃખદ ઘટના સામે આવતા બધા જ લોકો ખુબજ દુઃખી થઇ ગયા છે. આ દુઃખદ ઘટના બહુચરાજીથી સામે આવી છે. જ્યાં નાની બહુચરાજી મંદિરના પૂજારીએ નવરાત્રીના ગણતરીના દિવસો બાકી છે અને એવામાં પોતાનું જીવન ટૂંકાવી દેતા આખા મંદિર પ્રાંગણમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.

શંભુનાથ છેલ્લા ૨૦ વર્ષથી બહુચરાજી મંદિરમાં માતાની પૂજા અર્ચના કરતા હતા.ગઈકાલે સવારની આરતીમાં શમ્ભુનાથ ના દેખાતા એક ભક્તે તેમના રૂમમાં જઈને તાપસ કરી હતી. તેમના રૂમમાં જઈને તપાસ કરતા તેમનો મૃતદેહ નજરે પડતા આખા વિસ્તારમાં માતમ છવાઈ ગયો હતો.

તરત જ બધા લોકો ભેગા થઇ ગયા હતા અને તેમને પૂજારીને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. પણ તેની પહેલા જ તેમનું મૃત્યુ થઇ જતા.મંદિરમાં માતમ છવાઈ ગયો હતો. તરત જ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. પંડિતે કયા કારણોસર પોતાનું જીવન ટૂંકાવી દીધુ.

તેની માહિતી ના મળતા લોકો જાત જાતની વાતો કરવા લાગ્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે પૂજારીની પત્ની નેપાળમાં રહે છે અને તેમને વાલ્વની બીમારી છે. પત્નીની ચિંતામાં તે ખુબજ ટેંશનમાં રહેતા હતા.

તેમને પોતાની પત્નીની ચિંતામાં ને ચિંતામાં પોતાનું જીવન ટૂંકાવી દેતા મંદિર પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. સવારે ૫ વાગ્યાની આરતીમાં ના દેખાતા ભકતોએ તાપસ કરતા તેમના રૂમમાંથી તેમનો મૃતદેહ મળી આવતા આખા વિસ્તારમાં માતમ છવાઈ ગયો હતો.

Note:વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે.ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.