નથી થંભી રહ્યો રખડતાં ઢોરના આતંક,રાજકોટમાં ફરી એક વૃદ્ધનો જીવ લીધો,જુઓ વિડીયો – GujjuKhabri

નથી થંભી રહ્યો રખડતાં ઢોરના આતંક,રાજકોટમાં ફરી એક વૃદ્ધનો જીવ લીધો,જુઓ વિડીયો

રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ પ્રતિદિન વધી રહ્યો છે.જેના કારણે આમ લોકો હવે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.ત્યારે હવે રાજકોટમાં રખડતા ઢોરે એક વૃદ્ધ નાગરિકનો ભોગ લીધો છે.આ સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ દ્વારા રખડતા ઢોરના અજાણ્યા માલિક સામે ગુનો નોંધી તેની શોધખોળની કામગીરી શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રસિકલાલ મોરારજીભાઈ ઠકરાર નામના વૃદ્ધ ચાલીને દૂધ લેવા જતા હતા.આ દરમિયાન રસ્તામાં એક ગાયે અચાનક રસિકલાલને અડફેટે લઇ તેમના પર હુમલો કર્યો હતો.એટલું જ નહિ રસિકલાલ પર ગાયે શીંગડાં અને પગ વડે 3 મિનિટ સુધી સતત હુમલો ચાલુ રાખ્યો હતો.વૃદ્ધને વધુ ઇજા પહોંચતા તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતુ.આ સમગ્ર ઘટનાનો વિડીયો નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો છે.

ત્યારે વૃદ્ધ બચાવ માટેની માંગ કરી રહ્યા હતા.પરંતુ રખડતા ઢોરનો હુમલો જોઈ લોકો બચાવ માટે પણ ડરતા હતા.આ દરમિયાન કેટલાક રાહદારીઓએ પણ ગાયને દૂર કરવાની કોશિશ કરી હતી.પરંતુ ગાય ત્યાંથી દૂર જતી જ નહોતી

પરિવારજનોએ કોર્પોરેશનથી લઇ સ્થાનિક રાજકારણીઓની મદદ માંગતા બધાએ હાથ ઊંચા કરી નાખતા આ પરિવારે આ બનાવમાં અંતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.સાથે મૃતક રસિકલાલના પુત્ર રાકેશે જણાવ્યું હતું કે જો કાર્યવાહી નહીં થાય તો શનિવારથી અન્નનો ત્યાગ કરીશ.ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી રાજ્યભરમાં રખડતા ઢોરના ત્રાસના કારણે અનેક અકસ્માતના બનાવો અત્યાર સુધીમાં સામે આવી ચૂક્યા છે.