નડિયાદમાં ૧૨ માં ધોરણમાં અભ્યાસ કરતો દીકરો ઘરેથી પેપર આપવા માટે નીકળે તેની પહેલા તેનું મૃત્યુ થઇ જતા પરિવારમાં માતમ છવાઈ ગયો.
અત્યારે ૧૦ અને ૧૨ માં ધોરણની બોર્ડની પરીક્ષા ચાલુ થઇ ગઈ છે. એવામાં એવા એવા કિસ્સાઓ સામે આવી રહ્યાં છે કે બધા જ લોકોના દિલ દુઃખી થઇ જાય. અમદાવાદમાં એક ૧૦ માં ધોરણના વિધાર્થીનું પેપર લખતા મૃત્યુ થઇ ગયું હતું.
ફરી આવો જ કિસ્સો નડિયાદથી સામે આવ્યો છે. જેમાં ૧૨ માં ધોરણના કોમર્સનું વિધાર્થીનું પેપર આપવા જાય તેની પહેલા જ તેનું મૃત્યુ થઇ જતા માતમ છવાઈ ગયો છે.નવસારીના વિધાર્થી ઉત્વસ શાહ કે જે કોમર્સના વિધાર્થી હતા અને તેમનું આંકડાશાસ્ત્રનું પેપર હતું.
પેપર આપવા માટે જાય તેની પહેલા જ ઉત્સવને છાતીમાં દુખાવો થતા. તેને આ વાતની જાણ પોતાના પિતાને કરી તો તેના પિતાએ તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો.
જ્યાં સારવાર દરમિયાન હાર્ટ એટકેના કારણે તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થઇ ગયું. ઉત્સવનું મૃત્યુ થતા પરિવારમાં માતમ છવાઈ ગયો. દીકરો પેપર આપવા માટે જાય તેની પહેલા જ તેમનું હાર્ટ એટેક આવવાના કારણે મૃત્યુ થઇ જવાથી આખા નડિયાદમાં માતમ છવાઈ ગયો હતો.
દીકરાના જે સપના હતા તે બધા અધૂરા રહી ગયા. દીકરાનું મૃત્યુ થઇ જતા. માતા પિતાએ હૈયાફાટ રુદન શરૂ કર્યું હતું.માતા પિતાને ચિંતા હતી કે દીકરાને કેવું પેપર જશે પણ બીજી ઘડીએ ઘટી એવી ઘટનાએ માતા પિતાએ સપને પણ નહતું વિચાર્યું કે આપણી સાથે કઈ આવું થશે. પોતાના જવના જોત દીકરાનું મૃત્યુ થઇ જતા પરિવાર ખુબજ આક્રંદ રુદન કરી રહયા છે.