નડિયાદમાં રહેતી પાંચ વર્ષની દીકરી તેની માતા સાથે ઘરમાં હતી અને બની એવી ઘટના કે માતા અને દીકરી હંમેશા માટે છુટા પડી ગયા… – GujjuKhabri

નડિયાદમાં રહેતી પાંચ વર્ષની દીકરી તેની માતા સાથે ઘરમાં હતી અને બની એવી ઘટના કે માતા અને દીકરી હંમેશા માટે છુટા પડી ગયા…

રોજબરોજ ઘણી અવનવી ઘટનાઓ બનતી હોય છે, ઘણી ઘટનાઓ તો એવી બનતી હોય છે તે જાણીને દરેક લોકો દુઃખી થઇ જતા હોય છે, ઘણી ઘટનાઓ તો એવી બનતી હોય છે ઘણા લોકો પરિવારથી વિખુટા પડી જતા હોય છે, હાલમાં મિત્રો ચોમાસાની ઋતુ ચાલી રહી છે એટલે ઘણા લોકોના ઘર પાણીમાં ડૂબી જાય અને દીવાલો ધરાશાયી થઇ જવાથી પણ ઘણા પરિવારના માળા ઉજળી જતા હોય છે.

હાલમાં એક તેવો જ દુઃખદ બનાવ સામે આવ્યો હતો, આ કિસ્સો નડિયાદના ઠાસરાના મુવાડા ગામમાંથી સામે આવ્યો હતો, આ ગામમાં આવેલા એક મકાનની દીવાલ ધરાશાયી થઇ જતા દીકરીનું મૃત્યુ થઇ ગયું હતું, આ ઘટના બની તે સમયે માતા અને દીકરી એકલા જ ઘરમાં હતા અને દીવાલ પડતા બંને દીવાલ નીચે દટાઈ ગયા હતા.

દીવાલ નીચે દટાયેલા માતાનું નામ રમીલાબેન અને પાંચ વર્ષની દીકરીનું નામ પ્રિયંકા બેન હતું, ત્યારબાદ ત્યાંના સ્થાનિક લોકોએ માતા અને દીકરીને બહાર કાઢીને બંનેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા હતા, ત્યાં સારવાર દરમિયાન જ પાંચ વર્ષની દીકરી પ્રિયંકાનું મૃત્યુ થઇ ગયું હતું અને રમીલાબેનની હાલમાં હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.

પ્રિયંકાનું મૃત્યુ થઇ જતા પરિવારના દરેક લોકો દુઃખી થઇ ગયા હતા અને દરેક લોકો દીકરીને યાદ કરીને ચોધારા આંસુએ રડી રહ્યા હતા, આ ઘટના બન્યા બાદ આખા ગામમાં અરેહાટી સર્જાઈ ગઈ હતી, આવી દુઃખદ ઘટનાઓ મોટા ભાગે ચોમાસાની ઋતુમાં જ બનતી હોય છે, વધુ વરસાદના કારણે કેટલાય પરિવારોના માળા પળભરમાં વિખેરાઈ જતા હોય છે.