નડિયાદમાં માતા પિતા વિહોણી ૨૧ અનાથ દીકરીઓના ધામધૂમથી લગ્ન કરાવીને માતા પિતાની ગરજ પુરી કરીને કન્યાદાન કર્યું….
હાલમાં લગ્ન સીઝન પુરજોશમાં ચાલી રહી છે, દરેક લોકો લગ્નમાં મોટા મોટા ખર્ચાઓ કરીને તેમના લગ્નને વધુ યાદગાર બનાવવા માંગતા હોય છે, દરેક દીકરીઓનું સપનું હોય છે કે તેમનું કન્યાદાન તેમના માતા પિતા કરે અને લગ્ન ખુબ જ ધામધૂમથી કરે, પણ જે દીકરીઓને માતા પિતા નથી હોતા તે દરેક દીકરીઓના લગ્ન કરવાના સપના અધૂરા જ રહી જતા હોય છે.
ત્યારે હાલમાં નડિયાદથી માનવતા મહેકાવે તેવી એક ઘટના સામે આવી હતી, આ ઘટના વિષે જાણીને તમે પણ ખુબ જ ખુશ થઇ જશો, આ માનવતા ભર્યું કામ નડિયાદની જય માનવ સેવા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું, જય માનવ સેવા પરિવાર દ્વારા માતા પિતા વિહોણી ૨૧ જેટલી દીકરીઓના વાજતે ગાજતે ધામધૂમથી દીકરીઓના લગ્ન કરાવીને દીકરીઓના સપના પુરા કરવામાં આવ્યા હતા.
આ ગરીબ ઘરની દીકરીઓને લગ્નમાં ૨૦૦ કરતા પણ વધુ કરિયાવરની વસ્તુઓ આપવામાં આવી હતી. આ સમૂહલગ્નમાં આશરે ૧૨૫ જેટલા દાતાઓ હતા. ગરીબ ઘરની દીકરીઓના માતા પિતા નથી હોતા તેવી દીકરીઓના લગ્નના સપના અધૂરા રહી જતા હોય છે, તેવી દીકરીઓ માટે જય માનવ સેવા પરિવાર દ્વારા માનવતા મહેકાવવામાં આવે છે.
જય માનવ સેવા પરિવાર દ્વારા તેવી દીકરીઓના ધામધૂમથી લગ્ન કરાવીને માનવતા મહેકાવવામાં આવે છે, જય માનવ સેવા પરિવાર દ્વારા દીકરીઓના લગ્નના મંડપથી લઈને જમણવાર સુધીની બધી જ વ્યવસ્થા કરવામાં આવે છે, જય માનવ સેવા પરિવાર દ્વારા આટલો બધો પ્રેમ મળતો જોઈને બધી જ દીકરીઓ ખુબ જ ભાવુક બની ગઈ હતી.
સમૂહના આયોજકોએ અનાથ દીકરીઓના માતા પિતાની ફરજ નિભાવીને તેમના લગ્ન કરાવીને કન્યાદાન કર્યું હતું, દરેક દીકરીઓ વિદાય વખતે પોતાના માતા પિતાને યાદ કરીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી, દીકરીઓને હજારો રૂપિયાનું કરિયાવર પણ આપવામાં આવ્યું હતું જેમાં ૨૦૦ જેટલી વસ્તુઓ હતી, આ વસ્તુઓની મદદથી દીકરી સારી રીતે પોતાના નવા જીવનની શરૂઆત કરી શકે છે.