નડિયાદમાં ગણેશ ચતુર્થીના તહેવારની તૈયારી ચાલુ હતી પણ થયું એવું કે બધા લોકોની ખુશી પળભરમાં જ માતમમાં ફેરવાઈ ગઈ… – GujjuKhabri

નડિયાદમાં ગણેશ ચતુર્થીના તહેવારની તૈયારી ચાલુ હતી પણ થયું એવું કે બધા લોકોની ખુશી પળભરમાં જ માતમમાં ફેરવાઈ ગઈ…

હાલમાં ગણેશ ચતુર્થીનો તહેવાર લોકો ધામ ધુમથી ઉજવ્યો છે અને આ દિવસે ગણપતિ દાદાને બેસાડીને લોકો તેમની પૂજા અર્ચના કરતા હોય છે. એવામાં હાલમાં ગણપતિ દાદાને બેસાડવા માટે પણ ભક્તો સરસ મજાનો શણગાર પણ કરતા હોય છે. હાલમાં એવી જ રીતે ગણેશ ચતુર્થીના આગળના દિવસે નડિયાદમાં તૈયારી કરતી વખતે ત્રણ યુવકોને કરંટ લગતા તેમના મૃત્યુ થઇ ગયા છે.

નડિયાદના પશ્ચિમમા ગણપતિદાદાને બેસાડવા માટે તૈયારી ચાલી રહી હતી અને એવામાં પીજ રોડ પર ગીતાંજલિ ચોકડી પાસે સાર્વજનિક ગણપતિ દાદાને બેસાડવા માટેની તૈયારી કરી રહેલા યુવકોમાંથી એક સાથે ત્રણ યુવકોને કરંટ લાગ્યો હતો. આ યુવકો તાડપત્રી લગાવતા હતા અને તેમને અચાનક ૧૧ કેવીનો વીજ વાયર સંપર્કમાં આવી ગયો હતો.

તો આ યુવકોને જોરદાર કરંટ લાગ્યો હતો અને ત્રણ યુવકો નીચે પડ્યા હતા. આમ આ ત્રણમાંથી બે યુવકોના મૃત્યુ થઇ ગયા હતા અને એક યુવકની સારવાર પણ ચાલુ કરવામાં આવી હતી. આમ આ યુવકો મંડપનું કામ સંભાળતા હતા અને આ ઘટના બન્યા પછી આખા વિસ્તારમાં અરેરાટીનો માહોલ સર્જાઈ ગયો હતો. આવી ઘટનાઓ બન્યા પછી બધા જ લોકો ચોકી ગયા હતા.

આમ અહીંયા ગણપતિ દાદા આવવાના હોવાથી બધા જ લોકો ખુબ જ ખુશ હતા પણ તેની પહેલા જ આ ઘટના બની તો બધા જ લોકો દુઃખી થઇ ગયા હતા. આવી ઘટના બનવાથી બધાની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ હતી.