નડિયાદની ત્રણ બહેનોએ શ્વાનની સેવા કરવા માટે લગ્ન નથી કર્યા અને આજે હજારો ભૂખ્યા શ્વાનને ખવડાવીને માનવતા બતાવી રહી છે.
આપણે ઘણા લોકોને જોતા હોઈએ છીએ જે સેવા કરવામાં તેમની આખી જિંદગી વિતાવતા હોય છે, આપણે ઘણા લોકોને જોતા હોઈએ છીએ જે શ્વાનના બર્થ ડે પણ ઉજવતા હોય છે, આજે આપણે એક તેવા જ કિસ્સા વિષે વાત કરીશું, શ્વાનની સેવા કરવા માટે આ ત્રણ બહેનોએ લગ્ન કર્યા ન હતા, આ ત્રણ બહેનો નડિયાદની રહેવાસી હતી.
નડિયાદની આ ત્રણ બહેનોએ શ્વાનોની સેવા કરવા માટે આજીવન અપરિણીત રહેવાનું નક્કી કર્યું હતું, આ ત્રણ બહેનો નડિયાદની સિવિલ હોસ્પિટલ વિસ્તારમાં રહેતી હતી, આ ત્રણેય બહેનો નિયમિત શ્વાનની સેવા કરીને તેમનું જીવન જીવી રહી હતી, આ બહેનો દરરોજ શ્વાનને એક ટાઈમ જમવાનું પણ આપે છે અને જયારે શ્વાન બીમાર પડે ત્યારે તેમની સારવાર પણ કરાવે છે.
આ ઘટનાની વધુ માહિતી મળતા જાણવા મળ્યું હતું કે નડિયાદની સિવિલ હોસ્પિટલ વિસ્તારમાં રહેતી આ ત્રણ બહેનો નડિયાદ શહેરની ૩૦ સોસાયટીના શ્વાનને દરરોજ એક ટાઈમનું ભોજન કરાવીને સેવાનું કામ કરે છે, આ બહેનો દરરોજ સાંજના સમયે આશરે ૧૫૦ જેટલા શ્વાનોને ભોજન કરાવે છે. આ બહેનો છેલ્લા વિસ વર્ષથી આ સેવાનું કામ કરે છે.
આ બહેનોએ અત્યાર સુધી એક હજાર કરતા પણ વધારે શ્વાનોની સેવા કરી હતી અને જયારે પણ કોઈ શ્વાન બીમાર પડે એટલે તરત જ તેને સારવાર માટે આણંદ વેટરનિટી હોસ્પિટલમાં પોતાના ખર્ચે લઈ જાય છે અને તેમની દવાઓનો બધો જ ખર્ચો પોતે જ ઉપાડે છે.
આ ત્રણેય બહેનોને શ્વાન સાથે એક અનોખો પ્રેમ બંધાઈ ગયો હતો એટલે આ બહેનોએ તેમના ઘરે આઠ શ્વાનને ઘરના સભ્યો હોય તેવી રીતે રાખીને તેમની સેવા કરીને તેમનું જીવન પસાર કરી રહ્યા હતા.