નડિયાદના પૂજન શાહએ JEE એડવાન્સની પરીક્ષામાં ગુજરાતમાં પાંચમો નંબર મેળવીને દેશભરમાં માતાપિતાનું નામ ગર્વથી રોશન કર્યું… – GujjuKhabri

નડિયાદના પૂજન શાહએ JEE એડવાન્સની પરીક્ષામાં ગુજરાતમાં પાંચમો નંબર મેળવીને દેશભરમાં માતાપિતાનું નામ ગર્વથી રોશન કર્યું…

દેશમાં આપણે ઘણા દીકરા અને દીકરીઓને જોતા હોઈએ છીએ જે સારા માર્ક્સ મેળવીને માતાપિતાનું નામ ગર્વથી રોશન કરતા હોય છે, હાલમાં જ આઈઆઈટીની પ્રવેશ પરીક્ષા JEE એડવાન્સનું પરિણામ જાહેર થયું હતું, આ વર્ષે દર વર્ષ કરતા ઓછું પરિણામ આવ્યું હતું, તો પણ ગુજરાત રાજ્યના પ્રથમ પાંચ વિદ્યાર્થીઓમાં નડિયાદના પુજન શાહે પાંચમો નંબર મેળવીને નડિયાદનું નામ દેશભરમાં રોશન કર્યું હતું.

પુજન શાહે દેશમાં ૬૭ મોં નંબર મેળવ્યો હતો અને ગુજરાત રાજ્યમાં પાંચમો અને ખેડા જિલ્લામાં પહેલો નંબર મેળવીને માતાપિતાનું નામ દેશભરમાં રોશન કર્યું હતું, પુજન શાહ નડિયાદના એક ડોક્ટર પરિવારમાં રહેતા હતા, તેથી પુજન શાહએ સખત મહેનત સાથે JEE ની પરીક્ષામાં ગુજરાતમાં પાંચમો નંબર મેળવ્યો તો આખા ડોક્ટર પરીવારમાં ખુશીઓ છવાઈ ગઈ હતી.

પુજન JEE એડવાન્સની પરીક્ષામાં જિલ્લામાં ખેડામાં પહેલા નંબરે આવ્યો તો પરિવારના લોકો તેમની ખુશી રોકી જ શક્યા ન હતા, પુજનના પરિવાર વિષે વાત કરીએ તો જાણવા મળ્યું હતું કે પૂજનના પરિવારમાં તેના દાદા અને માતાપિતા એમ ત્રણેય ડોક્ટર હતા, તેથી બધા લોકો એમ જ વિચારતા હતા કે પૂજન પણ ડોક્ટર બનશે.

પરંતુ પુજને પહેલેથી જ કઈંક અલગ કરવાનું નક્કી કર્યું હતું, પૂજન જે સમયે નવમા ધોરણમાં અભ્યાસ કરતો હતો ત્યારથી જ JEE ની પરીક્ષાની તૈયારી કરતો હતો, તેથી પૂજનએ દિવસ રાત અથાગ મહેનત પછી બાર સાયન્સમાં 99.80 ટકા મેળવ્યા હતા.

પૂજન દરરોજ દસ થી બાર કલાક વાંચતો હતો, તેનું પૂજનને પરિણામ મળતા હવે તે મુંબઈ કે દિલ્હીમાં કોમ્પયુટર સાયન્સમાં પ્રવેશ લેવા માટે ઈચ્છતો હતો, પૂજનને જીવનમાં આગળ વધવા માટે હંમેશા તેના માતાપિતા તેને પ્રોત્સાહિત કરતા હતા.