નડિયાદના આ ભાઈએ અબોલા જીવો માટે સાઇકલ પર ૧૭૦૦ કિલોમીટરની યાત્રા કરીને જલારામ બાપાના દર્શન કરી પોતાની પ્રતિજ્ઞા પુરી કરી…
મિત્રો ઇતિહાસ છે કે જયારે પણ આપણા પર કોઈ તકલીફ કે સમસ્યા આવે એટલે લોકોને ભગવાનની યાદ આવે છે અને તકલીફને દૂર કરવા અનોખી પ્રતિજ્ઞા કરતા હોય છે. હાલ ગુજરાતમાં અબોલા જીવો પર એવો જ ખતરો ઉભો થઇ રહ્યો છે.આજે દિવસેને દિવસે રાજ્યમાં લમ્પી વાઇરસના કેસોમાં વધારો થઇ રહ્યો છે. જેનાથી મોટી સંખ્યામાં પશુઓનું મૃત્યુ થઇ રહ્યા છે.પશુઓને આ રોગથી બચાવવા માટે નવસારીના આ યુવકે એક અનોખી પ્રતિજ્ઞા લીધી છે.
યુવક પોતાની સાઇકલ પર બેસીને વીરપુર જલારામ અને સોમનાથ મહાદેવના દર્શન કરીને આ રોગના નાશ માટે ભગવાનને વિનંતી કરશે. તેમનો આ આખો પ્રવાસ કુલ ૧૭૦૦ કિલોમીટરનો છે. નરેશ ભાઈએ જણાવ્યું કે દર વર્ષે તે આવી યાત્રા કરે છે.આ વર્ષે પણ તેમને પશુઓમાં જે લમ્પી વાઇસર વધી રહ્યો છે. તેને ઓછો કરવા માટે તેમને જલારામ બાપાની અને સોમનાથ મહાદેવની બાધા રાખી છે નરેશ ભાઈએ વીરપુર જલારામ બાપાની આગળ શીશ નમાવીને તેમના આશીર્વાદ લીધા હતા.
આ રોગચારાઓ ફેલાતો અટકે તેની માટે પ્રાર્થના કરી હતી. તેમને પોતાના ઘરેથી ૧૭૦૦ કિલોમીટર સાઇકલ ચલાવીને આ પ્રતિજ્ઞા પુરી કરી હતી.નરેશ ભાઈ છેલ્લા ૧૦ વર્ષથી સાઇકલ પર સૌરાષ્ટ્રની આ યાત્રા કરે છે. આ વર્ષે પણ તેમને અબોલા જીવોની માટે ૧૭૦૦ કિલોમીટરની જલારામ વીરપુરની યાત્રા કરીને માનવતા મહેકાવી હતી. માટે બધા જ લોકોએ તેમની ખુબજ પ્રશંશા પણ કરી હતી.