નડિયાદના આ દંપતીએ વગડામાં એકલવાયું જીવન જીવતી વૃદ્ધ મહિલા માટે દીકરા વહુની ફરજ નિભાવી તેમને આશરો આપ્યો… – GujjuKhabri

નડિયાદના આ દંપતીએ વગડામાં એકલવાયું જીવન જીવતી વૃદ્ધ મહિલા માટે દીકરા વહુની ફરજ નિભાવી તેમને આશરો આપ્યો…

આજના જમાના બાળકો પોતાના માતા પિતા પણ નથી હોતા ઘણા બાળકો એવા હોય છે કે જે પોતાના માતા પિતાનો ઘડપણમાં સાથ છોડી દેતા હોય છે. આજના સ્વાર્થી જમાના પણ નડિયાદથી માનવતા મહેકાવે એવી ઘટના સામે આવી છે.

જ્યાં એક સંસ્થાએ વૃદ્ધ મહિલા માટે દીકરાની ફરજ નિભાવી છે. આજથી ત્રણ દિવસ પહેલા જય માનવ સેવા પરિવારને માહિતી મળી હતી કે .નડિયાદ તાલુકાના ભૂમેલ ગામની સિમમાં એક વૃદ્ધ મહિલા તકલીફમાં પોતાનું જીવન જીવે છે.

મહિલા એકલી છે અને તૂટેલી ફૂટેલી ઝૂંપડીમાં પોતાનું જીવન જીવે છે. ત્યારે બીજા દિવસે સંસ્થાના સ્થાપક મનુ ભાઈ અને તેમની પત્ની મહિલાને લેવા માટે પોતાની ગાડી લઈને ગયા હતા. ત્યાં પહોંચીને તે વગડા જેવા વિસ્તારમાં ગયા.

મહિલાની ઉંમર આશરે ૭૦ થી ૭૫ વર્ષની હતી મહિલાએ જણાવ્યુ કે તેમનું નામ વિજુ બેન છે અને તેમની આગળ પાછળ કોઈ નથી પહેલા મનુભાઈ અને તેમની પત્નીએ વિજુ બેનને પ્રેમ આપ્યો અને તેમને સમજાવ્યું કે તે તેમની સાથે ચાલે. ત્યારે તેમને પંખા અને પાક રૂમમાં સારું એવું જીવન જીવવા મળશે.

તેમને આવી તકલીફમાં ઘણું જીવન જીવી લીધું.વિજુ બેન તેમની સાથે જવા માટે તૈયાર થઇ ગયા અને તેમને દીકરાના ઘર આશ્રમમાં લાવવામાં આવ્યા અને ત્યાં તેમેને નવડાવીને પહેરવામાટે સારા કપડાં આપવામાં આવ્યા.

એકદમ વિજુ બેનનું જીવન બદલાઈ જતા તેમના જીવનમાં ખુશીઓ છવાઈ ગઈ હતી. ખરેખર આ સંસ્થાએ આ નિરાધાર મહિલાનો દીકરો બનીને જે મદદ કરી તે ખુબજ કાબિલે તારીફ છે.

નોધ:- વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.