નખત્રાણાના ૧૯ યુવાનો હરિદ્વારની યાત્રા કરવા માટે ગયા હતા જ્યાં એક યુવક સાથે થયું એવું કે તેનાથી આખું ગામ શોકમાં ડૂબી ગયું. – GujjuKhabri

નખત્રાણાના ૧૯ યુવાનો હરિદ્વારની યાત્રા કરવા માટે ગયા હતા જ્યાં એક યુવક સાથે થયું એવું કે તેનાથી આખું ગામ શોકમાં ડૂબી ગયું.

કુદરતના ખેલ પણ ખુબજ નિરાલા છે એવી ઘટનાઓ ઘટતી હોય છે કે જેને જાણીને આપણે પણ બોલી પડીએ કે કુદરતના ખેલ પણ ખુબજ નિરાલા છે. આવી જ એક ઘટના હરિદ્વારથી સામે આવી છે. જ્યાં એક યુવકનું એવું મૃત્યુ થયું કે આજે તેને જોઈને બધા જ લોકો હેરાન છે.

નખત્રાણા તાલુકાના લાખીયાવીરાના ગામના ૧૯ યુવાનો હરિદ્વારની યાત્રા કરવામાં માટે નીકળ્યા હતા.બધા જ મિત્રો ૧૯ જૂનના દિવસે ફરતા ફરતા હરિદ્વાર પહોંચ્યા હતા અને હિન્દૂ માન્યતા અનુસાર ગંગા નદીમાં સ્નાન કરવાથી બધા જ પાપ ધોવાઈ જાય છે.

માટે લાખીયાવીરાના બધા જ યુવાનો એકસાથે ગંગા નદીમાં નાહવા માટે ગયા અને બધાજ મિત્રો નદીમાં નહિ રહયા હતા. એ જ સમયે મિતેષ ભાઈ નામના યુવકને હૃદય રોગનો હુમલો થતા.

તેમનું ગંગા નદીમાં નહતા નહતા જ મૃત્યુ થઇ ગયું હતું. મિતેષ ભાઈને અચેત અવસ્થામાં જોઈને બધા જ મિત્રો ગભરાઈ ગયા અને તેમને તરત જ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા પણ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કરતા યાત્રા ધામમાં આવેલા યુવકોમાં માતમ છવાઈ ગયો હતો.

અને તેમના પરિવારને આ વાતની જાણ કરતાંની સાથે જ પરિવાર વિમાનમાં બેસી હરિદ્વાર આવી પહોંચ્યો હતો.હરિદ્વારમાં જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો અને તેમાં અસ્થીનું વિસર્જન પણ ત્યાં જ કરવામાં આવ્યું હતું. હિન્દૂ ધર્મની માન્યતાઓ અનુસાર અસ્થિ વિસર્જન ગંગા નદીમાં કરવાથી મોક્ષની પ્રાપ્તિ થતી હોય છે. અને મિતેષ ભાઈનું મૃત્યુ જ ગંગા નદીમાં થતા તેમને મોક્ષની પ્રાપ્તિ થશે.