ધ્રાંગધ્રાનો આ પરિવાર જૂની પરંપરાને તાજી કરવા બળદગાડામાં દીકરાની જાન લઇને પરણવા ગયા તો લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા…. – GujjuKhabri

ધ્રાંગધ્રાનો આ પરિવાર જૂની પરંપરાને તાજી કરવા બળદગાડામાં દીકરાની જાન લઇને પરણવા ગયા તો લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા….

હાલમાં લગ્નની સીઝન ચાલી રહી છે, તેથી દરેક લોકો લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા માટે ઘણા મોટા ખર્ચા કરતા હોય છે, આજના સમયમાં લગ્ન કરનાર યુવાનો અને યુવતીઓ તેમના લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા માટે લાખો રૂપિયાનો ખર્ચો કરતા હોય છે અને લગ્ન પ્રસંગને યાદગાર બનાવતા હોય છે. આજે આપણે એક તેવા જ યુગલ વિષે વાત કરીશું.

આ યુગલએ તેમના લગ્નમાં આપણી જૂની પરંપરા અને સંસ્કૃતિની યાદોને તાજી કરી હતી, આજની પેઢી જૂની પરંપરાને ભૂલીને નવી પરંપરા બાજુએ વળી ગઈ છે અને તેની વચ્ચે આજે ઘણા એવા પરિવારો રહેલા છે જે જૂની પરંપરાઓને તાજી કરીને લગ્ન કરતા હોય છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં રહેતા હર્ષદભાઈ અને તેમના પિતા બળદેવભાઈને જૂની પરંપરા મુજબ બળદગાડામાં જાન લઈને જવાની ઈચ્છા થઇ.

તેથી હર્ષદભાઈ તેમના લગ્નમાં બળદગાડાઓને પરંપરાગત રીતે શણગારીને તેમની જાન લઈને ગયા હતા તો તેમની આ જૂની પરંપરાને જોવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, આ પરિવારના લોકોએ તેમની જૂની પરંપરાઓને તાજી કરવાની સાથે સાથે બળદગાડામાં જાન લઈને લગ્ન કરીને સમાજમાં એક સંદેશો આપ્યો હતો.

આ લગ્ન પ્રસંગનો કાર્યક્રમ આખા ધ્રાંગધ્રામાં એક અલગ જ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું, તેથી લોકો મોટી સંખ્યામાં આ લગ્ન પ્રસંગ જોવા માટે ઉમટી પડ્યા હતા, આથી આવી રીતે પરણવા આવેલા વરરાજાને જોવા માટે લોકો મોટી સંખ્યામાં ભેગા થઇ ગયા હતા અને બધા જ લોકો આ જૂની પરંપરાને યાદ કરીને ખુબ જ ખુશ થઇ ગયા હતા.