ધોરણ 10માં ભણતા વિધાર્થીએ કર્યો કમાલ,15 વર્ષની ઉંમરે જ 33 લાખના પેકેજવાળી નોકરીની અમેરિકાથી આવી ઓફર
મિત્રો આજે તમે એવા ઘણા યુવાનોને જોયા હશે કે જે સામાન્ય નોકરી લેવા માટે પણ ખુબજ વલખા મારતા હોય છે. આજે મોટા ભાગના યુવાનોની એજ તકલીફ છે કે તે તેમને ભણ્યા પછી પણ જોવે એવી નોકરી નથી મળી રહી માટે તેમને બેરોજગારીનો સામનો કરવો પડે છે.
પણ આજે અમે તમને એક એવા દીકરા વિષે જણાવીશું કે જેના વિષે જાણીને તમે પણ મોઢામાં તમારી આંગળી દબાવી દેશો.આ દીકરાનું નામ વેદાંત છે અને તેની ઉંમર ૧૫ વર્ષ છે અને હાલ તે ૧૦ માં ધોરણમાં પોતાનો અભ્યાસ કરી રહ્યો છે.
પણ તેને આટલી નાની ઉંમરમાં એવું કરી બતાવ્યું કે તેને અમેરિકાથી ૩૩ લાખ રૂપિયાની નોકરીની ઓફર આવી. વેદાંતને ભણવાની સાથે સાથે વેબ ડેવલોપીંગનો પણ ખુબજ શોખ છે માટે તે પોતાના ફ્રી સમયમાં વેબ ડેવલોપીંગ શીખતો હતો.
એવામાં તેને એક વેબ ડેવલોપીંગના પ્રોગ્રામમાં ભાગ લીધો હતો અને તેમાં આખી દુનિયાના અલગ અલગ લોકોએ ભાગ લીધો હતો. તેમાં વેદાંતે પોતાનું એવું પ્રદર્શન આપ્યું કે તેમને આ પ્રતિયોગિતા પહેલા નંબરે જીતી લીધી અને તેના પછી તરત જ એક અમેરિકાની કંપનીએ તેમને ૩૩ લાખ રૂપિયાની નોકરીની ઓફર મોકલી હતી.
આ વાત જાણીને વેદાંતના માતા પિતા ખુબજ ખુશ થયા હતા અને પોતાના દીકરાને ખુબજ શાબાશી આપી હતી. લોકો રાત દિવસ મહેનત મજૂરી કરીને મારી જાય છે પણ આવી નોકરી નથી મેળવી શકતા પણ આ ૧૫ વર્ષના દીકરાએ જે કરી બતાવ્યું તેનાથી આજે બધા જ લોકો તેની ખુબજ પ્રશન્શા કરી રહયા છે. માટે જો સારી નોકરી લેવી હોય તો ભણતરની સાથે સાથે ગણતર પણ જરૂરી છે.
નોધ:- વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.