ધૈર્યાના માટે લોકોની ભીડ થઈ એકઠી,હજારો લોકો આવ્યા આજુબાજુ ગામમાથી,જાણો પછી શું કરી રહ્યા છે માંગ….. – GujjuKhabri

ધૈર્યાના માટે લોકોની ભીડ થઈ એકઠી,હજારો લોકો આવ્યા આજુબાજુ ગામમાથી,જાણો પછી શું કરી રહ્યા છે માંગ…..

તાલાલા તાલુકાના ધાવા ગીર ગામે માયા ધનના મોહમાં અંધ બનીને પરિવારે પોતાની સગી દીકરીની બલિ ચડાવી દીધી હતી.માસૂમને વળગાડ હોવાની આશંકાએ સુરતમાં રહેતા તેના પિતા ભાવેશ અકબરી,મોટા ભાઇ દિલીપ અકબરીએ સાથે મળીને વળગાડ કાઢવાના નામે તારીખ 1થી 6 સુધી અમાનુષી ત્રાસ ગુજારી મોતને ઘાટ ઉતારી દીધી હતી.

તાલાલાના ધાવા ગીર ગામની માસૂમ બાળા ધૈર્યાને ઝડપી ન્યાય અપાવવાની માંગ સાથે તાલાલામાં સર્વ સમાજ દ્વારા જનઆક્રોશ રેલી યોજાઈ હતી.સરદાર ચોકથી યોજાયેલી રેલી મામલતદાર કચેરીએ પહોંચી હતી ત્યાં મામલતદારને આવેદનપત્ર પાઠવાયું હતું.રેલીના સમર્થનમાં તાલાલા શહેર બપોર પછી બંધ રહ્યું હતું.રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

માસુમ દીકરી ધૈર્યાની હત્યા તાંત્રિક વિધીના લીધે થઈ હોવાથી ઘટનાના મુળ સુધી પહોંચવા અને વધુ કોઈ શખ્સો સંડોવાયેલા છે કે કેમ? તે બહાર લાવવા તથા માસુમની હત્યા પાછળ જે કોઈ જવાબદાર હોય તો તેને બહાર લાવવા માટે આગળની તપાસ CBI પાસે કરાવવા માંગણી કરવામાં આવી છે. આ ઘટનામાં હજુ અનેક રહસ્યો ઘૂંટાઈ રહ્યા હોવાથી આ હત્યા કેસની તપાસ સીબીઆઈ પાસે કરાવવા સર્વ સમાજની લાગણી અને માંગણી છે.

આ સાથે અંધશ્રદ્ધાની આડમાં 14 વર્ષની માસૂમ બાળકીની હત્યાની ઘટનાને તાલાલા બાર એસોસિએશને વખોડી કાઢી છે.આ સાથે સર્વાનુમતે નકકી કરવામાં આવ્યું છે કે આ ગુનાઈત કૃત્યમાં સંડોવાયેલા તમામ આરોપીઓની કોઈપણ જામીન અરજી કે ટ્રાયલમાં તાલાલાના કોઈ એડવોકેટ જોડાશે નહી અને આરોપી તરફે વકીલાત કરશે નહીં.