ધૈર્યાના કેસમાં થયો મોટો ખુલાસો,બાળકીના પિતા અને મોટા પપ્પા બાદ,પરિવારના વધુ બે આરોપીઓના ચહેરા આવ્યા સામે…. – GujjuKhabri

ધૈર્યાના કેસમાં થયો મોટો ખુલાસો,બાળકીના પિતા અને મોટા પપ્પા બાદ,પરિવારના વધુ બે આરોપીઓના ચહેરા આવ્યા સામે….

તાલાલા તાલુકાના ધાવા ગીર ગામે માયા ધનના મોહમાં અંધ બનીને પરિવારે પોતાની સગી દીકરીની બલિ ચડાવી દીધી હતી.માસૂમને વળગાડ હોવાની આશંકાએ સુરતમાં રહેતા તેના પિતા ભાવેશ અકબરી,મોટા ભાઇ દિલીપ અકબરીએ સાથે મળીને વળગાડ કાઢવાના નામે તારીખ 1થી 6 સુધી અમાનુષી ત્રાસ ગુજારી મોતને ઘાટ ઉતારી દીધી હતી.

માસુમ દીકરી ધૈર્યાની હત્યા તાંત્રિક વિધીના લીધે થઈ હોવાથી ઘટનાના મુળ સુધી પહોંચવા અને વધુ કોઈ શખ્સો સંડોવાયેલા છે કે કેમ? તે બહાર લાવવા તથા માસુમની હત્યા પાછળ જે કોઈ જવાબદાર હોય તો તેને બહાર લાવવા માટે આગળની તપાસ CBI પાસે કરાવવા માંગણી કરવામાં આવી હતી.ત્યારે ધાવા ગામે ધૈર્યા નામની બાળાની બલીના રૂપમાં હત્યાકાંડમાં મોટો ખુલાસો થયો છે.

જેમાં બાળકીના પિતા અને મોટા પપ્પા બાદ પરિવારના વધુ બે આરોપીઓ હત્યાકાંડમાં સામેલ હોવાનું સામે આવ્યું છે.બાળકીના દાદા ગોપાલ જેરામ અકબરી પુરાવાનો નાશ કરવામાં આરોપી બન્યો હતો.સાથે બાળકીની સગી ફઈ પણ હત્યાકાંડ પાછળ પ્રેરણા આપનારી બની હતી.આ સાથે પંથકમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે હજુ આ હત્યાકાંડમાં પોલીસ વધુ પુછપરછ કરે તો બાળકીના પરિવારજનોમાં જ હત્યાના મદદગારો મળશે.