ધમધમતા તાપમાં ગોંડલના દેવાબાપા સાયકલ પર ૫૦ થેલીમાં પાણી ભરીને લોકોને મફતમાં પાણી પીવડાવીને તેમની તરસ છીપાવી રહ્યા છે….
હાલમાં ઉનાળો ચાલી રહ્યો છે અને એવામાં ઘણી જગ્યાએ પાણી માટે મોટી સમસ્યાઓ પણ સર્જાતી હોય છે. ઘણા લોકો પાણીને લીધે બીમાર પણ પડતા હોય છે. લોકોને થોડી થોડી વારમાં તરસ લાગી જતી હોય છે અને પાણી પણ પિતા હોય છે.
આવા સમયે ઘણા લોકો પરબ ચાલુ કરતા હોય છે અને સેવાનું કામ કરતા હોય છે. આજે આપણે એક એવા જ સેવા ભાવિ દાદા વિષે જાણીએ જે ત્રણ વર્ષથી લોકોની સેવા કરે છે.
ઉનાળામાં ભરબપોરે ગોંડલના દેવાભાઇ ગીગાભાઇ માહોલીયાં રોજે રોજ ૨૦૦૦ લીટર પાણી રાહદારીઓને પીવડાવીને તેમની તરસ છીપાવી રહ્યા છે. દેવાબાપા પાસે મોટી જમીન અને સુખી સંપન્ન પરિવારના છે તેમ છતાં તેઓ બીજા લોકોની તરસ છીપાવીને હાશકારો અનુભવી રહ્યા છે અને મોટી સેવા કરી રહ્યા છે.
દેવાબાપા સવારે ૭ વાગ્યે ઘરેથી નીકળી જાય છે.તેમની પાસે એક સાયકલ છે જેમાં તેઓ ૫૦ થેલીઓ મોટી પાણીથી ભરીને નીકળે છે, તેમને જેટલા પણ લોકો રસ્તાઓ પર મળે અથવા બસમાં મળે તો તેમને પણ બોટલ ભરી આપે છે.
આમ દેવાબાપા બીજા લોકોની તરસ છીપાવવાનું કામ કરે છે. આજે દેવાબાપા એવું કહે છે કે તેમના જીવનમાં બધા જ સુખ ભગવાને આપ્યા છે એટલે તેઓ આ સેવા કરી રહ્યા છે.દેવાબાપા દિવસની ૨૦ થી ૨૫ કિલોમીટર સાયકલ ચલાવે છે.
કેમ કે તેમના ઘરથી એક કૂવો જે થોડા કિલોમીટર દૂર છે અને ત્યાં જઈને પાણી ભરી આવે છે આમ બે કે ચાર વખતે તેઓ દિવસમાં પાણી ભરવા માટે જાય છે. તેઓ છેલ્લા ત્રણ વર્ષથી આ સેવા કરી રહ્યા છે અને આ સેવા કરીને લોકોની તરસ છિપાવે છે.
નોધ:-વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. અમારી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.