ધન્ય છે ખજુરભાઈની હિંમતને, ખજુરભાઈને જયારે ખબર પડી કે આ બહેનને રહેવા માટે ઘર નથી તો તરત જ ખજુરભાઈએ બહેનને રહેવા માટે નવું ઘર બનાવી આપ્યું તો ગામના લોકોએ ખજુરભાઈનું વાજતે ગાજતે સ્વાગત કર્યું. – GujjuKhabri

ધન્ય છે ખજુરભાઈની હિંમતને, ખજુરભાઈને જયારે ખબર પડી કે આ બહેનને રહેવા માટે ઘર નથી તો તરત જ ખજુરભાઈએ બહેનને રહેવા માટે નવું ઘર બનાવી આપ્યું તો ગામના લોકોએ ખજુરભાઈનું વાજતે ગાજતે સ્વાગત કર્યું.

આપણે દરેક લોકો જાણીએ જ છીએ કે લોકો ખજુરભાઈનું નામ સાંભળતાની સાથે જ ખુબ ખુશ થઇ જતા હોય છે, ખજુરભાઈ અત્યાર સુધી ઘણા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોના મસીહા બનીને તેમની બધી જ મદદ કરીને માનવતા મહેકાવી છે, જયારે પણ ખજુરભાઈને ખબર પડે કે આ વ્યક્તિને મદદની જરૂર છે અને તે ખુબ દુઃખી છે તો તરત જ ખજુરભાઈ તે વ્યક્તિની મદદ માટે પહોંચી જાય છે.

ખજુરભાઈ એક પણ મિનિટનો વિચાર કર્યા વગર ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરતા હોય છે, અત્યાર સુધી ખજુરભાઈએ તેમના ખિસ્સાના કરોડો રૂપિયા વાપરીને બસો કરતા પણ વધારે લોકોને નવા ઘર બનાવી આપીને તેમને રહેવા માટે આશરો આપ્યો છે, આથી દરેક લોકો ખજુરભાઈની દરિયાદિલીને સલામ કરે છે.

હાલમાં ખજુરભાઈ તળાજાથી આશરે દસ કિલોમીટરના અંતરે આવેલા પાદરી ગામમાં જઈ રહ્યા હતા, ખજુરભાઈએ આ ગામમાં રહેતા જયશ્રીબેનનું ઘર બનાવવાનું શરૂ કર્યું હતું તે હાલમાં બની ગયું હતું એટલે ગામના લોકોએ નાની પૂજા રાખી હતી એટલે ગામના લોકો ખજુરભાઈનું સ્વાગત કરવા ઇચ્છતા હતા એટલે ખજુરભાઈ ત્યાં જઈ રહ્યા હતા.

ખજુરભાઈ જયારે આ ગામમાં પહોંચ્યા ત્યારે ગામના લોકોએ મોટી સંખ્યામાં ભેગા થઈને ખજુરભાઈનું ઢોલ નગારાં સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું અને ખજુરભાઈ પાસે જયશ્રીબેનના ઘરનો પ્રવેશ કરાવીને પૂજા કરાવી હતી,

આથી આ જોઈને ખજુરભાઈ પણ ખુબ જ ખુશ થઇ ગયા અને જયશ્રીબેન પણ ખજુરભાઈને આર્શીવાદ આપતા આપતા ભીની આંખે રડી પડ્યા હતા, તેથી ખજુરભાઈ જરૂરિયાતમંદ લોકોની મદદ કરીને માનવતા ભર્યું કામ કરે છે.