દ્વારકા જગત મંદિરના પ્રથમ વખત રાત્રે દ્વાર ખુલ્યા,આ વ્યક્તિ કચ્છથી 450 કિલોમીટરનું અંતર કાપી પોતાની ગાયો સાથે પોહચ્યા મંદિરે…. – GujjuKhabri

દ્વારકા જગત મંદિરના પ્રથમ વખત રાત્રે દ્વાર ખુલ્યા,આ વ્યક્તિ કચ્છથી 450 કિલોમીટરનું અંતર કાપી પોતાની ગાયો સાથે પોહચ્યા મંદિરે….

કહેવાય છે કે શ્રી કૃષ્ણને ગાયો ઘણી જ વ્હાલી હતી.ત્યારે ભગવાન કૃષ્ણની નગરી ‘દ્વારકા’ના ઈતિહાસમાં કદાચ આ પહેલીવાર બન્યું છે.જ્યારે દ્વારકાધીશ મંદિરના દરવાજા અડધી રાત્રે ખોલવામાં આવ્યા હોય.એ પણ ગાયો માટે.કચ્છના એક ગોપાલકની માનતા ફળતા તેઓ પોતાની 25 ગાયો સાથે 17 દિવસ ચાલતા કચ્છથી દ્વારકા ભગવાન દ્વારિકાધીશના દર્શન કરવા આવી પહોંચ્યા હતા.

સૌપ્રથમ કચ્છના લખપતથી લંપી વાયરસની શરૂઆત થઈ હતી.આવામાં સમયસર ગાયોને યોગ્ય ઈલાજ ન થતા પશુપાલકોમાં ભયનો માહોલ હતો.ગાય-ભેસના ડોકટરો પણ તનતોડ મહેનત કરી રહ્યા હતા.એ સમયમાં કચ્છના રાપર તાલુકાના મેડક બેટના મહાદેવભાઇ દેસાઈ નામના એક માલધારીએ પોતાના પશુધનને આ ઘાતક વાયરસથી બચાવી લેવા માટે દ્વારકાધીશની માનતા માની હતી.

તેમણે માનતા માની કે ‘હે કાળિયા ઠાકર.મારી ગાયોને લંપી રોગમાંથી બચાવી લેજે.હું એમને પગપાળા લાવીને તારા દ્વારે દર્શન કરવા લઈ આવીશ.મહાદેવભાઇની માનતા ફળી અને તેમની 25 જેટલી લંપીગ્રસ્ત ગાયો બચી ગઈ.એકપણ ગાયનું મૃત્યુ પણ ના થયું અને અન્ય ગાયોમાં આ રોગનો ફેલાવો પણ ન થયો.

જેથી તેઓ તેમની માનતા પૂરી કરવા માટે કચ્છથી 450 કિલોમીટર પદયાત્રા કરીને દ્વારકા મંદિરે ગૌમાતાને દર્શન કરવા પહોંચ્યા હતા.દ્વારકા બનેલી આ ઘટના 21મી નવેમ્બરની છે.મહાદેવભાઈ 25 જેટલી ગાયો અને 5 ગોવાળિયાઓ સાથે કચ્છથી પગપાળા નિકળ્યા હતા.રોજના સરેરાશ 27 કિલોમીટર ચાલતા ત્યારે તેઓ 17 દિવસ સુધીનું અંતર કાપીને તેઓ દ્વારકા આવ્યા હતા.ત્યારે આ ઘટના સાંભળી અને જોઈ સૌકોઈ ચમત્કાર કહી રહ્યા છે.