દ્વારકાની સગર્ભા મહિલાને એમ્બ્યુલન્સમાં ડિલિવરીનો દુખાવો થતા ૧૦૮ ના કર્મચારીઓએ રસ્તામાં જ મહિલાની ડિલિવરી કરાવીને મહિલા માટે દેવદૂત બન્યા… – GujjuKhabri

દ્વારકાની સગર્ભા મહિલાને એમ્બ્યુલન્સમાં ડિલિવરીનો દુખાવો થતા ૧૦૮ ના કર્મચારીઓએ રસ્તામાં જ મહિલાની ડિલિવરી કરાવીને મહિલા માટે દેવદૂત બન્યા…

આપણા ગુજરાત સહીત દેશભરમાં આજે આરોગ્યની સુવિધાઓ એટલી વધી ગઈ છે કે લોકોને આજે કોઈ મુશ્કેલીઓ પડતી જ નથી. જેમાં આપણને રોજે રોજ ઘણા એવા કિસ્સાઓ પણ જોવા મળે છે આજે આપણે એક એવા જ સેવાના કિસ્સા વિષે જાણીએ.જયારે પણ અકસ્માત કે કોઈ વ્યક્તિને અચાનક બીમારી કે પછી કોઈ મહિલાને ડિલિવરી હોય તો લોકો સીધા ૧૦૮ એમ્બ્યુલન્સને જ ફોન કરતા હોય છે.જેમાં ૧૦૮ એમ્બ્યુલન્સ તરત જ આવીને લોકો માટે દેવદૂત સાબિત થતા હોય છે.

ઘણા એવા કિસ્સાઓ આપણે બધા જ લોકોએ સાંભળ્યા જ હશે અને જોયા પણ હશે. હાલમાં ફરી એક વખતે ૧૦૮ એમ્બ્યુલન્સના કર્મચારીઓએ માનવતા મહેકાવી છે. દેવભૂમિ દ્વારકામાં એક સગર્ભા મહિલાની વહારે આવીને તેની માટે દેવદૂત બન્યા છે.

દ્વારકાના ઓખાથી એક સગર્ભા મહિલાને ડિલિવરી પેન ઉપડતા તેમને હોસ્પિટલમાં ડિલિવરી માટે લઇ જવાના હતા. જેથી ૧૦૮ એમ્બ્યુલન્સમાં તેઓ જઈ રહ્યા હતા એ સમયે એમ્બ્યુલન્સના પાયલોટ અશોકભાઈ અને EMT પૂજાબેન એમ્બ્યુલન્સમાં હતા.

ત્યારે આ મહિલાને દુખાવો વધારે ઉપડ્યો હતો અને તેથી જ તેમની રસ્તામાં જ ડિલિવરી કરાવી હતી.ત્યારબાદ આ માતા અને તેમના બાળકને પ્રાથમિક સારવાર આપીને વધારે સારવાર માટે દ્વારકાની સરકારી હોસ્પિટલમાં પહોંચાડીને વધારે સારવાર ચાલુ કરવામાં આવી હતી. આમ ૧૦૮ એમ્બ્યુલન્સે અને સ્ટાફે સેવાનું કામ કરીને મહિલા માટે દેવુદુત બન્યા હતા.