દ્વારકાના આ ડોકટરે દીકરાના પહેલા જન્મદિવસે હોટલમાં પાર્ટી કરવાને બદલે, ૮૦ જેટલા જરૂરિયાતમંદ દર્દીઓનું મફતમાં ઓપરેશન કરી જન્મદિવસની અનોખી ઉજવણી કરી….
આજે માતા પિતા પોતના બાળકોનો જન્મ ખુબજ ધૂમધામથી ઉજવાતા હોય છે અને પોતાના બાળકોના જન્મ દિવસ પર લાખો રૂપિયા પાણીની જેમ વેડફી દેતા હોય છે, પણ દ્વારકાના આ ડોકટરે પોતાના દીકરાનો જન્મ દિવસ હોટલમાં ઉજવવાની જગ્યાએ કર્યું એવું કે આજે તે બધા માટે એક ઉત્તમ ઉદાહરણ બન્યા.
દ્વારકાના ડોક્ટર સાગર કાનાણી દ્વારકામાં વૃજ હોસ્પિટલ ચલાવે છે.આ હોસ્પિટલ આજુ બાજુના એરિયામાં ખૂબજ જાણીતું છે, મોટા ભાગે લોકો તેમની ત્યાં જ સારવાર કરાવવા માટે આવે છે, સાગર ભાઈન દીકરા શ્રેષ્ઠનો પહેલો જન્મદિવસ હતો તે પોતાન દીકરાના જન્મદિવસ પર કઈ અલગ કરવા માંગતા હતા.
તે બધા લોકોની જેમ હોટલમાં લાખો રૂપિયાનો ખર્ચ કરીને પોતાના દીકરાનો જન્મદિવસ ઉજવવા નહતા માંગતા.તો તેમને નક્કી કર્યું કે તે પોતાના દીકરાના જન્મદિવસના દિવસે હોસ્પિટલમાં આવનારા દર્દીઓની વિનામૂલ્યે સારવાર કરી.
દીકરાના જન્મદિવસની ઉજવણી કરશે અને તેમને એ દિવસે કુલ ૮૦ જેટલા દર્દીઓના માઇનોર ઓપરેશન કરી તેની સારવાર વિનામુલ્યે કરી હતી, જેમાં લોકોના કુલ ૨.૫૦ લાખ રૂપિયા બચ્યા હતા.
જે ડોકટરે પોતાના જાતે વેઠ્યા હતા. લોકોએ સાગર ભાઈની આ વાતને લઈને ખુબજ પ્રશંશા કરી હતી કે ખરેખર જન્મદિવસ કે કોઈ શુભ પ્રસંગે પાણીની જેમ પૈસા વાહવાની જંગ્યાએ તેનાથી કોઈ જરૂરિયાતમંદ વ્યકતિને મદદ કરો તેનું આખું જીવન સુધરી જશે. આશીર્વાદ મળશે એ અલગથી.
નોધ:-વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે.ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.