દેશની સૌથી મોટી ખાનગી કંપનીની કમાન સંભાળવા જઈ રહ્યા છે મુકેશ અંબાણી,આટલા કરોડમાં ખરીદશે કંપની….. – GujjuKhabri

દેશની સૌથી મોટી ખાનગી કંપનીની કમાન સંભાળવા જઈ રહ્યા છે મુકેશ અંબાણી,આટલા કરોડમાં ખરીદશે કંપની…..

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી એક મોટા સોદા તરફ આગળ વધી રહ્યા છે.દેશની સૌથી મોટી ખાનગી કંપની મેટ્રો કેશ એન્ડ કેરી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ટૂંક સમયમાં જર્મન રિટેલ કંપનીની કમાન સંભાળવા જઈ રહી છે.રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે જર્મન રિટેલ કંપનીને ખરીદવા માટે 4060 કરોડમાં ડીલ ફાઈનલ કરી છે.રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ભારતમાં જર્મન રિટેલ કંપની મેટ્રો કેશ એન્ડ કેરીનો બિઝનેસ હસ્તગત કર્યો છે.

જેના માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને જર્મનીની રિટેલ કંપની મેટ્રો કેશ એન્ડ કેરી વચ્ચે લગભગ રૂ. 4,060 કરોડ (50 કરોડ યુરો)ના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને મેટ્રો વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી ચર્ચા ચાલી રહી હતી.જે બાદ મેટ્રો કંપનીએ ગયા.

અઠવાડિયે જર્મન કંપની રિલાયન્સ રિટેલના પ્રસ્તાવ પર સહમતિ દર્શાવી છે.મેટ્રો અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ બંનેએ હાલમાં આ ઘટનાક્રમ અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે.આ કંપનીએ 2003 માં ભારતીય બજારમાં પગ મૂક્યો હતો અને 19 વર્ષ બાદ હવે આ કંપની ભારતમાંથી વિદાય લેવાની તૈયારીમાં છે.

આની વાત કરવામાં આવે તો મેટ્રો કેશ એન્ડ કેરી હાલમાં મેટ્રો હોલસેલ બ્રાન્ડ હેઠળ ભારતમાં 31 સ્ટોર્સ ચલાવે છે.તેના ગ્રાહકોની વાત કરીએ તો તેમાં હોટલ,રેસ્ટોરન્ટ તેમજ વિવિધ પ્રકારના કોર્પોરેટ અને રિટેલ વેન્ડર્સનો સમાવેશ થાય છે.રજિસ્ટ્રાર ઑફ કંપનીઝ પાસે ઉપલબ્ધ ડેટા અનુસાર નાણાકીય વર્ષ 2020-21માં કંપનીનું ટર્નઓવર રૂ. 6,915.30 કરોડ હતું.