દુલા ભાયા કાગ એ કળિયુગ માટે કરેલી આગાહી આજે ઘરે ઘરે સાચી સાબિત થઇ રહી છે. – GujjuKhabri

દુલા ભાયા કાગ એ કળિયુગ માટે કરેલી આગાહી આજે ઘરે ઘરે સાચી સાબિત થઇ રહી છે.

દુલા ભાયા કાગએ ગુજરાતના સુપ્રસિદ્ધ લેખક, ગીતકાર અને તેમની કાગવાણી માટે ખુબજ પ્રખ્યાત હતા. જેમને કળિયુગ વિષે ઘણી બધી વાતો કરી છે. તેમનો જન્મ સૌરાષ્ટ્રના મજાદર ગામે થયો હતો. તેઓ ચારણ હતા કહેવાય છે કે ચારણોની જીભ પર માતા સરસ્વતી વાસ કરે છે. તેમને પદ્મશ્રી પુરસ્કાર પણ આપવામાં આવ્યો છે. તે ફક્ત 5 ધોરણ જ ભણેલા છે.

દુલા ભાયા કાગએ પોતાની કાગવાણીમાં જણાવ્યું હતું કે એવા લોકોને કયારેય પોતાના મિત્ર ન બનાવો કે જેમના પર દેવું હોવા છતાં તે દેખવા કરવા મોજ શોખમાં ડૂબેલા રહે છે.

જે વ્યક્તિ પોતાના ખાસ લોકોની ખાનગી વાતો બીજા સમક્ષ કરતા હોય છે તેમને કયારેય પોતાના મિત્ર ન બનાવો. જો તમારે આખા વિશ્વને કાબુમાં લેવું હોય તો નમ્રતાનો રસ્તો અપનાવો.

કોઈની સામે કઠણથી કઠણ વાત પણ જો નમ્રતાથી કરવામાં આવે તો બાધા જ લોકો તમારી વાતને માન આપશે. જયારે વ્યક્તિની બુદ્ધિ ખતમ થઇ જાય છે. ત્યારે તે રાવણ બની જાય છે.

સજ્જન વ્યક્તિ સૂપડા જેવો જોય છે. કામની વસ્તુઓને પોતાની પાસે રાખે છે અને નકામી વસ્તુઓને પોતાનાથી દૂર કરી દે છે. દુર્જન વ્યક્તિ ચાસણી જેવો હોય છે બધી જ નકામી કે કામની વસ્તુઓને પોતાની પાસે રાખે છે.

આખા જંગલને ખતમ કરવા માટે ફક્ત એક જ તણખાની જરૂર હોય છે. એવી જ રીતે આખા જીવનમાં કરેલા પુણ્યને ખતમ કરવા માટે ફકત એક જ પાપા કાફી હોય છે. તેમ આખા કુળનો નાશ કરવા માટે એક કુપુત્ર જ કાફી છે.

આવું ઘર સ્મશાન સમાન છે કે જે ઘરમાંથી આરતીની ઘંટડીનો આવાજ નથી આવતો. પરિવારના લોકો વચ્ચે સંપ નથી. આજે આપણે સમાજમાં આ બફાહી વસ્તુઓ જોતા જ હોઈ એ છીએ.