દુર્ગંધથી ખૂલી ગયો રાજ,યુવકે યુવતીને મારી નાખ્યા પછી લાશને ગાડી અને દુકાનમા ત્રણ દિવસથી સંતાડતો રહ્યો યુવક,પછી…..
દિલ્હીમાં શ્રધ્ધા મર્ડર કેસ બાદ આવી જ એક ઘટના છત્તીસગઢના બિલાસપુરમાં પણ જોવા મળી છે.જે બાદ સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે.અહીં એક યુવકે યુવતીનું ગળું દબાવીને હત્યા કરી હતી.આ પછી મૃતદેહને છુપાવવા માટે તેણે 4 દિવસ સુધી તેની લાશને તેની કારમાં રાખી.પરંતુ કારમાંથી નીકળતી દુર્ગંધે આ સમગ્ર હત્યા કેસનું રહસ્ય ખોલ્યું.
મળતી માહિતી મુજબ ભિલાઈ સેક્ટર 7માં રહેતી 24 વર્ષીય પ્રિયંકા સિંહ બિલાસપુરના ટિકરાપારા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહી હતી.આ દરમિયાન તેની મુલાકાત મેડિકલ ચાલવતા આશિષ સાહુથી થઇ હતી.શરૂઆતની ઓળખાણ ધીમે ધીમે મિત્રતામાં બદલાઈ ગઈ.ગાઢ મિત્રતા બાદ આશિષ અને પ્રિયંકા એકસાથે શેરબજારમાં પૈસા રોકવા લાગ્યા હતા.
જેમાં મોટું નુકસાન જણાતા પ્રિયંકાએ આશિષ પર પૈસા પરત કરવા માટે સતત દબાણ કરવાનું શરુ કર્યું.એક દિવસ તે આ અંગે ચર્ચા કરવા આશિષને મળવા આવી.વાતચીતમાં વિવાદ એટલો વધી ગયો કે આશિષે પ્રિયંકાનું ગળું દબાવીને હત્યા કરી નાખી.દયાલબંધ નજીક બનેલી આ ઘટના બાદ યુવક કારમાં મૃતદેહ લઈને કસ્તુરબા નગર સ્થિત તેના ઘરે પહોંચ્યો હતો અને મૃતદેહ સાથે કાર પાર્કિંગમાં પાર્ક કરી હતી.
પરંતુ મૃતદેહમાંથી આવતી દુર્ગંધએ આખું રહસ્ય ખોલ્યું.4 દિવસ પછી કારમાંથી દુર્ગંધ આવવા લાગી હતી.મામલાની ફરિયાદ બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.પોલીસે કાર ખોલી તો પોલીસ પણ ચોકી ગઈ.જે બાદ આરોપી આશિષ સાહુને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે.જોકે પોલીસ આ મામલે અન્ય પાસાઓ પર પણ તપાસ કરી રહી છે.જેના બાદ ઘણા ખુલાસા થઈ શકે છે.