દુનિયાનો સૌથી મોટો દિલદાર પતિ, પોતાની પત્નીને બીજા યુવક સાથે પ્રેમ થઇ જતા, પતિ એજ પત્નીના પ્રેમી સાથે રાજી ખુશી લગ્ન કરાવીને બે પ્રેમીઓનું મિલન કરાવ્યું… – GujjuKhabri

દુનિયાનો સૌથી મોટો દિલદાર પતિ, પોતાની પત્નીને બીજા યુવક સાથે પ્રેમ થઇ જતા, પતિ એજ પત્નીના પ્રેમી સાથે રાજી ખુશી લગ્ન કરાવીને બે પ્રેમીઓનું મિલન કરાવ્યું…

મિત્રો આજ સુધી એવું એકપણ લગ્ન નહિ હોય કે જે કોઈપણ વિવાદ કે ચર્ચા વગર સીધી રીતે પતિ ગયા હોય. આજે અમે તમને એક એવા જ લગ્ન વિષે જણાવીશું કે જેને જાણીને તમે પણ બે ઘડી વિચારતા થઇ જશો. આવા જ એક લગ્ન કાનપુરમાં થયા છે અને તે આજે ખુબજ ચર્ચાનો વિષય બન્યો છે. કે જેમાં પતિ એજ પોતાની પત્નીના લગ્ન તેના પ્રેમી સાથે કરાવી દીધા.

ઉત્તરપ્રદેશના કાનપુરના રહેવાસી પંકજના આજથી ૬ મહિના પહેલા કોમલ નામની યુવતી સાથે લગ્ન કરવામાં આવ્યા હતા. લગ્નની રાતે જ કોમલે પંકજને જણાવી દીધું હતું કે તે કોઈ બીજા યુવકને પ્રેમ કરે છે અને તે તેની સાથે જ પોતાનું જીવન વિતાવવા માંગે છે અને તેને આ લગ્ન પોતાના પરિવારની ખુશી માટે કર્યા છે.

પંકજે જોયું કે થોડો સમય સુધી તેની પત્ની સાથે રહીને જોયું પણ કોમલને તો તેના પ્રેમીને જ પ્રેમ કરતી હતી. તો પંકજે પોતાની પત્નીની ખુશી માટે લગ્નના ૬ મહિના પછી ખુશી ખુશી છૂટાછેડા આપી દીધા અને પોતાની સામે જ પોતાની પત્નીના લગ્ન તેના પ્રેમી સાથે કરાવ્યા અને તેને પ્રેમી સાથે તેના ઘરે મોકલી. પંકજે આપણે પોતાનું નસીબ માનીને પોતાની પત્નીને તેના પ્રેમી સાથે મિલન કરાવ્યું.

પંકજ કહે છે કે તે ખુબજ ખુશ છે તેની પત્નીને તેના પ્રેમી સાથે મિલન કરાવીને. આજ સુધી આવા ઘણા કિસ્સાઓ બની ચુક્યા છે, પણ દરેકનો અંત આવો સુખદ નથી હોતો. આ કિસ્સામાં સમજણના લીધે આ કિસ્સાનો ખૂબજ સુખદ અંત આવ્યો.

કોમલે જણાવ્યું કે મારા લગ્ન પછી તો મેં મારા પ્રેમી સાથે જીવન વિતાવવાના સપના જ છોડી દીધા હતા પણ આજે પંકજના લીધે આ મુન્કિન બન્યું છે. તેમના લગ્ન કરવા માટે ખુદ પંકજ વકીલ લઈને પહોંચ્યો હતો.