દુધાળા ગામના આ ખેડૂતે તેમના ખેતરમાં હળદર અને કેળાની ખેતી ચાલુ કરી અને તેમાંથી આજે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે….. – GujjuKhabri

દુધાળા ગામના આ ખેડૂતે તેમના ખેતરમાં હળદર અને કેળાની ખેતી ચાલુ કરી અને તેમાંથી આજે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે…..

ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે અને તેથી જ દેશભરમાં જુદી જુદી ખેતી જોવા મળે છે, આજે બધા જ ખેડૂતો જુદી જુદી ખેતી કરીને લાખો રૂપિયાની કમાણી કરતા હોય છે. આજે બધા જ ખેડૂતો ધીમે ધીમે આધુનિક ખેતી તરફ વળ્યાં છે જેમાં ઓછા ખર્ચે વધારે નફો મેળવી શકાય છે.

આજના સમયમાં બધા જ ખેડૂતો આધુનિક ખેતી તરફ વળી ગયા છે.એવી જ રીતે દુધાળા ગામમાં મેરામભાઇએ તેમની જમીનમાં હળદરની ખેતી ચાલુ કરી હતી. તેઓએ ખેતી શીખીને ૨૭ વીઘા જમીનમાં હળદરની ખેતી ચાલુ કરી હતી.

તેઓએ ઓર્ગેનિક ખેતી અપનાવી હતી. તેઓએ એટલી જ જમીનમાં ૨૦૦ થી ૨૫૦ મણ જેટલી લીલી હળદરની ખેતી કરી હતી.આજે હળદરનો પાઉડર ૧૦૦ રૂપિયા માર્કેટમાં વેચાય છે.

તેઓએ આ ખેતી માટે યુનિવર્સીટીમાં શીખી લીધું હતું અને પછી કેળાની પણ ખેતી કરી હતી. તેઓએ ૧૫૭ વીઘામાં ખેતી કરી હતી અને તેઓ કેળા જુદા જુદા બજારમાં વેચવા માટે જાય છે. આમ તેઓએ બધી જ જુદી જુદી રીતે ખેતી કરી રહ્યા છે અને આ સાથે તેમની જમીનમાંથી લાખો રૂપિયાની આવક પણ કરી રહ્યા છે અને બીજા ખેડૂતોની માટે પ્રેરણારૂપ બન્યા છે.

છેલ્લા પાંચ વર્ષોથી આ ખેતી કરી રહ્યા છે અને તેમાં પણ બીજા લોકોને શીખવાડી રહ્યા છે અને આમ તેઓ લાખો રૂપિયા કમાણી કરી રહ્યા છે. આવી જ રીતે બધા જ યુવાનો પણ તેમની ખેતી તરફ વળી ગયા છે અને તેમાંથી લાખો રૂપિયા કમાઈ રહ્યા છે.