દુકાન બંધ કરીને ત્રણેય ભાઈઓ બાઈક લઈને ઘરે આવતા હતા એ જ સમયે રાત્રે અજાણ્યા વાહનની ટક્કર થઇ જતા ત્રણેયભાઈઓના મૃત્યુ થઇ ગયા, આ વાતની જાણ થતા જ આખો પરિવાર હીબકે ચડ્યો… – GujjuKhabri

દુકાન બંધ કરીને ત્રણેય ભાઈઓ બાઈક લઈને ઘરે આવતા હતા એ જ સમયે રાત્રે અજાણ્યા વાહનની ટક્કર થઇ જતા ત્રણેયભાઈઓના મૃત્યુ થઇ ગયા, આ વાતની જાણ થતા જ આખો પરિવાર હીબકે ચડ્યો…

રોજે રોજ માર્ગ અકસ્માતની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે અને તેમાં કેટલાય લોકોના મૃત્યુ પણ થઇ જતા હોય છે. આજે આપણે એક એવા જ અકસ્માત વિષે જાણીએ જેમાં એક સાથે ત્રણ મિત્રોના એક સાથે માર્ગ અકસ્માતમાં મૃત્યુ થઇ ગયું હતું.

આ બનાવ ઓથૈ ગુરુગ્રામમાં બન્યો હતો, અહીંયા એક સાથે ત્રણ ભાઈઓના મૃત્યુ થઇ ગયા હતા.આ ભાઈઓ મૂળ બિહારના મધુબનીના હતા અને આ ત્રણ ભાઈઓ જેમના નામ સુધીર, સંજય અને સુનિલ ત્રણેય તાજનગરમાં રહેતા હતા.

આ ત્રણેય ભાઈઓની હયાતપુર મોર પાસે એક કરિયાણા અને મોબાઈલની દુકાન હતી. રોજની જેમ દુકાન બંધ કરીને પાછા બાઈક લઈને રાત્રે ઘરે આવતા હતા.એ જ સમયે રાવ ભગત સિંહ સ્કૂલ પાસે પહોચતાની સાથે જ તેમના બાઇકને અજાણ્યા વાહનની ટક્કર થઇ ગઈ હતી.

આ અક્સમાતમાં ત્રણેય ભાઈઓને ઈજાઓ પહોંચી હતી. આ ઘટના પછી ત્યાં લોકો ભેગા થઇ ગયા હતા અને લોકોએ ત્રણેય ભાઈઓને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ડોક્ટરોએ તપાસ કરીને બધા જ લોકોને મૃત જાહેર કર્યા હતા.

આ ઘટનાની જાણ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી, જયારે પરિવારના લોકોને આ ઘટનાની જાણ થઇ તો બધા જ લોકોને ઘણું દુઃખ લાગ્યું હતું. એક સાથે ત્રણેય ભાઈઓની અર્થી ઉઠી તો આખું ગામ શોકમાં મુકાઈ ગયું હતું અને બધા જ લોકોને દુઃખ પણ લાગ્યું હતું.