દીકરો સુતા પહેલા ચાદર લેવા માટે ખાટલા માંથી નીચે ઉતર્યો અને દીકરાએ જેવો જમીન પર પગ મુક્યો એવો જ તે બુમા બૂમ કરવા લાગ્યો અને પછી જે થયું.. – GujjuKhabri

દીકરો સુતા પહેલા ચાદર લેવા માટે ખાટલા માંથી નીચે ઉતર્યો અને દીકરાએ જેવો જમીન પર પગ મુક્યો એવો જ તે બુમા બૂમ કરવા લાગ્યો અને પછી જે થયું..

સરસ્વતી તાલુકાના મોટા નાયતા ગામથી એક ખુબજ દુઃખદ ઘટના સામે આવી છે. જ્યાં એક દીકરાનો જીવ જોખમમાં મુકાઈ જતા ગામ લોકોનો જીવ તાળવે ચોંટી ગયો હતો. મોટા નાયતા ગામનો વિપુલજી પ્રહેલાદજી ઠાકોર કે જે ૧૩ વર્ષનો છે અને તેની સાથે ગુરુવારની રાતે જે થયું એનાથી બધા જ લોકો ચોકી પડ્યા હતા.

ગુરુવારની રાતે વિપુલ ચાદર લેવા માટે ખટલા માંથી નીચે ઉતર્યો.જેવો નીચે ઉતર્યો કે તે બુમા બૂમ કરવા લાગ્યો હતો. વિપુલને આવી રીતે બુમા બૂમ કરતા જોઈને માતા પિતા ચિંતામાં આવી ગયા હતા અને તરત જ અચેત થઇ જતા તેને તરત જ હોસ્પિટલમાં લઈને જવામાં આવ્યો હતો.

પરિવારના લોકોએ ઘરમાં જોયું તો તેમને સાપ દેખાયો માટે તેમને ખબર પડી ગઈ કે દીકરાને સાપ કરડ્યો છે.તો તરત જ દીકરાને હોસ્પિટલમાં લઈને જવામાં આવ્યા અને ડોક્ટરોએ તરત જ તેની સારવાર ચાલુ કરી દીધી.

પણ જયારે સુધી તેને હોશના આવ્યો ત્યાર સુધી પરિવારનો જીવ અધ્ધર રહ્યો અને જયારે દીકરાને હોશ આવ્યો ત્યારે માતા પિતાની ચિંતા ઓછી થઇ અને જયારે ડોકટરોએ કહ્યું કે દીકરા જીવને હવે કોઈ ખતરો નથી.

ત્યારે બધાના જીવમાં જીવ આવ્યો. ગામના લોકોએ જેવી જાણ થઈ કે તે લોકો પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા. અત્યારે ચોમાસાની ઋતુમાં જીવ જંતુઓ બહાર આવી જતા હોય છે અને ઘરમાં ઘૂસી જતા હોય છે. માટે રાત્રે હંમેશા લાઈટ કરીને જ નીચે પગ મુકવો જોઈએ જેનાથી આવી ઘટનાઓ ના બને.

નોધ:- વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.