દીકરો શાળાએથી ઘરે ના આવતા માતા પિતા ચિંતામાં આવી ગયા અને તેની શોધ ખોળ ચાલુ કરી તો પછી જે સચ્ચાઈ સામે આવી તેનાથી આખા ગામમાં સનસનાટી ફેલાઈ ગઈ… – GujjuKhabri

દીકરો શાળાએથી ઘરે ના આવતા માતા પિતા ચિંતામાં આવી ગયા અને તેની શોધ ખોળ ચાલુ કરી તો પછી જે સચ્ચાઈ સામે આવી તેનાથી આખા ગામમાં સનસનાટી ફેલાઈ ગઈ…

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના શિરવાણીયા ગામથી ખુબજ દુઃખદ ઘટના સામે આવી છે. જેનાથીએ આખા ગામમાં માતમ ફેલાઈ ગયો છે. છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતા એક દીકરાનું મૃત્યુ થઇ જતા આજે એક બહેને રક્ષાબંધનની પહેલા જ પોતાના ભાઈને ગુમાવી દેતા પરિવારમાં ખુબજ માતમ છવાઈ ગયો છે.

શિરવાણીયા ગામનો છઠ્ઠા ધોરણમાં ભણતો ધ્રુમિલ ૧૨ વાગે શાળાથી ઘરે આવી રહ્યો હતો.ધ્રુમિલ ઘરે આવવાની જગ્યાએ સીધો જ વાડીએ જતો રહ્યો હતો અને ત્યાં બનેલા એક હોજમાં નાહવા માટે પડ્યો હતો અને દીકરો ઘરે ના આવતા પરિવાર ખુબજ ચિંતામાં આવી ગયો હતો.

અને દીકરાની શોધખોળ શરૂ કરી હતી અને દીકરાની શોધ ખોળ કરતા પિતા વાડીએ પહોંચ્યા હતા અને ત્યાં દીકરાનો મૃત અવસ્થામાં જોઈને.પિતા પોક મૂકીને ત્યાં જ રડી પડ્યા હતા. આખા ગામમાં વાત વાયુ વેગે ફેલાઈ ગઈ હતી અને આખું ગામ ત્યાં ભેગું થઇ ગયું હતું.

ધ્રુમિલનું મૃત્યુ થઇ જવાથી આખા ગામમાં માતમ ફેલાઈ ગયો હતો. ધ્રુમિલ ભણવામાં ખુબજ હોશિયાર હતો તે પોતાના વર્ગમાં પ્રથમ નંબર લાવતો હતો અને માતા પિતાને પણ દીકરાથી ખુબજ મોટી આશાઓ જોડાયેલી હતી.

હવે રક્ષાબંધના ગણતરીના દિવસો જ બાકી છે અને એવામાં તેનું મૃત્યુ થઇ જતા બહેન હવે આ વર્ષે કોને રાખડી બાંધશે તેમ વિચરેને ખુબજ ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી. પરિવારના એકના એક દીકરાનું મૃત્યુ થઇ જવાથી આજે આખા પરિવારમાં સદાયની માટે માતમ છવાઈ ગયો.

નોધ:-વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.