દીકરો વિદેશમાં હતો અને પિતાનું મૃત્યુ થઇ જતા દીકરો ઘરે આવી શકે તેમ ન હતો તો દીકરીએ પિતાની અર્થીને કાંધ આપીને દીકરાની ખોટ પુરી કરી…
દરેક લોકો જાણે જ છે કે જે લોકો જન્મે છે તે દરેક લોકોનું મૃત્યુ નક્કી છે, તેથી ઘણા પરિવારમાં દીકરીઓ પણ દીકરા બનીને તેમની બધી જ જવાબદારીઓ સંભાળતી હોય છે, હાલમાં એક તેવો જ કિસ્સો સામે આવ્યો હતો, આ કિસ્સાની માહિતી મળતા જાણવા મળ્યું હતું કે આ પિતાએ એક મહિના પહેલાં જ દીકરાને પરણાવીને ઓસ્ટ્રેલિયા મોકલ્યો હતો.
તે સમયે પિતાને ખબર ન હતી કે તેમની તેમના દીકરા સાથે અંતિમ મુલાકાત છે, આ ઘટના ધોરાજીમાંથી સામે આવી હતી, પિતાના મૃત્યુ બાદ દીકરો વિદેશથી ન આવી શક્યો તો દીકરીઓ પરિવારના દીકરા બનીને તેમની ફરજ નિભાવીને પિતાની અર્થીને કાંધ આપીને તેમના અંતિમસંસ્કાર કરીને પિતૃઋણ અદા કર્યું હતું, જે સમયે ધોરાજીમાંથી આ વ્યક્તિની અંતિમ યાત્રા નીકળી તે સમયે દરેક લોકો ભાવુક થઇ ગયા હતા.
આ બનાવની વધુ માહિતી મળતા જાણવા મળ્યું હતું કે ધોરાજીમાં રહેતા ખેડૂત જયંતીભાઇ બાબરિયાનું મૃત્યુ થઇ જતા તેમનો દીકરો ઓસ્ટ્રેલિયાથી ઘરે ન આવી શક્યો એટલે તેમની દીકરી જસ્મીતાબેનને પિતાની અર્થીને કાંધ આપીને પિતાના અંતિમ સંસ્કાર કર્યા હતા, જસ્મીતાબેનને સાથે સાથે પિતાની બંને આંખોનું દાન પણ કર્યું હતું તેનાથી બે લોકોને નવું જીવનદાન મળ્યું મળશે.
જયંતીભાના દીકરા અમીતભાઈના લગ્ન એક મહિના પહેલાં જ ધામધૂમથી કર્યા હતા અને દિકરાને પરત ઓસ્ટ્રેલિયા મોકલ્યો હતો અને એક મહિનામાં જ જયંતીભાઈનું મૃત્યુ થઇ ગયું તો તે ઘરે પરત આવી શક્યો નહીં એટલે તેમની દીકરી જસ્મીતાબેનને દીકરાની ફરજ નિભાવીને પિતાના મૃતદેહને અગ્નિદાહ આપીને અંતિમ સંસ્કાર કર્યા હતા.