દીકરો દુબઇમાં નોકરી કરતો હતો, માતા પિતાને મળવા વતન આવ્યો અને બની એવી દુઃખદ ઘટના કે હસતો રમતો પરિવાર વિખેરાઈ ગયો…. – GujjuKhabri

દીકરો દુબઇમાં નોકરી કરતો હતો, માતા પિતાને મળવા વતન આવ્યો અને બની એવી દુઃખદ ઘટના કે હસતો રમતો પરિવાર વિખેરાઈ ગયો….

દિવસ દરમિયાન એક્સિડન્ટના ઘણા બનાવી બનતા હોય છે. જેમાં ઘણા નિર્દોષ લોકો પોતાની જીવન ગુમાવતા હોય છે. આવી ઘટનાઓથી ઘણા પરિવારના માળાઓ વિખેરાઈ જાત હોય છે. આવી જ એક ઘટના નવસારીના અડદાથી સામે આવી છે. નવસારીનો ચિંતન દુબઇમાં નોકરી કરતો હતો.

દીકરો દુબઇમાં નોકરી કરતો હોવાથી આખો પરિવાર ખુબજ ખુશ હતો. દીકરો સારી એવી કમાણી કરતો હતો.ચિંતન થોડા જ સમય માટે દુબઇથી પોતાના વતન નવસારી આવ્યો હતો. લાંબા સમયે દીકરાને ઘરે આવતા આખો પરિવાર ખુબજ ખુશ હતો.

ગઈકાલે સાંજે ચિંતન અને તેનો પિતરાઈ ભાઈ કેવલ બાઈક લઈને નવસારી આવી રહયા હતા. એ સમયે ફૂલ ઝડપે આવતા ટ્રકે તેમને ટક્કર મારી દીધી હતી. ટક્કર મારતાની સાથે જ બંને ફંગોળાઈને નીચે પડી ગયા હતા.

જેમાં ચિંતનને ગંભીર ઈજાઓ આવતા તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થઇ ગયું હતું અને કેવલને શરીરના ભાગે ઈજાઓ આવી હતી, પરિવારન લોકોને જેવી આ ઘટનાની જાણ થઇ કે બધા લોકો તરત જ ત્યાં આવૈ પહોંચ્યા હતા.ચિંતનના મૃત્યુના સમાચાર સાંભળતાની સાથે જ આખા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

પરિવારનો એકના એક આધાર એવો દીકરો છીનવાઈ ગયો.ટ્રક ચાલક એક્સીડંટ કરીને ત્યાંથી નાસી છૂટ્યો હતો. ચિંતનના કાકાએ ટ્રક ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે પણ ઘટનાની જાણકારી મળેવીને ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. એક જ પળમાં અ ઘટનાએ હસતા રમતા પરિવારને વિખેરી દીધો અને જીવનભરનું આપતું ગયો.

નોધ:-વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે.ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.