દીકરો ખેતરમાં સુવા માટે ગયો હતો ત્યાં તેની હત્યા થઇ જતા પરિવારમાં માતમ છવાઈ ગયો પણ તેના મૃત્યુ પાછળ નીકળ્યું એવડું મોટું રહસ્ય કે બધા લોકો વિચારતા જ રહી ગયા. – GujjuKhabri

દીકરો ખેતરમાં સુવા માટે ગયો હતો ત્યાં તેની હત્યા થઇ જતા પરિવારમાં માતમ છવાઈ ગયો પણ તેના મૃત્યુ પાછળ નીકળ્યું એવડું મોટું રહસ્ય કે બધા લોકો વિચારતા જ રહી ગયા.

દિવસેને દિવસે પ્રેમમાં હત્યાના બનાવો વધી રહ્યા છે. ફરી એક આવી જ ઘટના હળવદથી સામે આવી છે. હળવદના ઘણાંદ ગામમાં પોતાના ખેતરમાં સુતા એક યુવકનું મૃત્યુ થઇ જતા યુવકના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. યુવકનું નામ રાજુભાઈ હતું.

યુવક રાતે પોતાની વાડીએ સુવા માટે ગયો હતો. સવારે પરિવારના લોકો જોવા માટે ગયા તો ત્યાં તેને મૃત જોઈને પરિવારમાં માતમ છવાઈ ગયો.આખું ગામ જોત જોતામાં ભેગું થઇ ગયું અને પોલીસને આ વાતની જાણ કરવામાં આવી અને પોલીસ તાપસમાં જે જાણવા મળ્યું કે ખુબજ ચોંકાવનારું હતું.

પોલીસ તાપસમાં જાણવા મળ્યું કે મૃતક યુવક તેમના જ ગામની એક યુવતી સાથે પ્રેમ સબંધમાં હતો. તેની જાણ યુવતીના ભાઈને થતા. તેને આ વાતની અદાવત રાખી હતી.યુવતીના મામાના દીકરાએ યુવક જયારે પોતાની વાડીએ સુઈ રહ્યો હતો.

ત્યારે એક બીજા યુવકને લઈને પહોંચી જાય છે અને ત્યાં રાજુભાઈની હત્યા કરી બંને યુવકો ત્યાંથી નાસી ગયા અને જયારે સવારે યુવકના પરિવારને આ વાતની જાણ થઇ તો પરિવારમાં માતમ છવાઈ ગયો. મૃતક યુવકના ભાઈને યુવતીના ભાઈ પર શક થતા.

તેને પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તે દિશામાં તેની તાપસ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમોં જ હત્યા નો ભેદ ઉકેલી લેવામાં આવ્યું હતું. યુવકને પસંદ નહતું કે તે યુવકનો પ્રેમસબંધ તેની બહેન સાથે હતો. માટે યુવકે પોતાન મિત્ર સાથે મળીને બહેનના પ્રેમીની હત્યા કરી દીધી હતી.

વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.