દીકરી ભાડાના મકાનમાં પોતાની બીમાર માતાને છોડીને ભાગી ગઈ તો પછી મકાન માલિકે બીમાર માતા સાથે જે કર્યું એ ખરેખર… – GujjuKhabri

દીકરી ભાડાના મકાનમાં પોતાની બીમાર માતાને છોડીને ભાગી ગઈ તો પછી મકાન માલિકે બીમાર માતા સાથે જે કર્યું એ ખરેખર…

માતા પિતા પોતાનું આખું જીવન બાળકોને મોટા કરવા અને તેમનું જીવનને સુખી બનાવવા પાછળ વાપરી દે છે. પણ અમુક બાળકો એવા છે કે જે મોટા થઇને પોતાના માતા પિતાએ તેમની માટે કરેલી મહેનતનું એવું ઋણ ચૂકવે છે કે જેને જોઈને એવું લાગે કે આના કરતા તો બાળકો ના હોય એ સારું.

આવી જ એક દુઃખદ ઘટના મુંબઈમાં બની છે. જ્યાં એક દીકરીએ પોતાની વૃદ્ધ માતા સાથે એવું કર્યું કે જેને જાણીને આપણને પણ રડું આવી જશે.દીકરીનું નામ સમરીન છે અને તે મુંબઈના એક વિસ્તારમાં રહેતા હતા.

સમરીનના પરિવારમાં તેમની વૃદ્ધ માતા હતી અને તેમની બધી જ જવાબદારી તેમની પર હતી. વૃદ્ધા માતા પોતાની દીકરી પર જ નિર્ભર હતી. પણ દીકરી પોતાની માતાની સેવા કરતા કરતા થાકી ગઈ.

તો પોતાની માતાને ભાડાના ઘરમાં એમના એમ છોડીને જતી રહી. માતાને પણ નથી ખબર કે તેની દીકરી તેને ક્યાં છોડીને જતી રહી. લાચાર વૃદ્ધ માતાને જોઈને બધા જ લોકો ત્યાં ભેગા થઇ ગયા અને વૃદ્ધ માતાને મદદ કરવા માટે ત્યાં પહોંચી ગયા.

તેમના મકાન માલિક હિન્દૂ છે. તેમને આવા કપરા સમયમાં માનવતા બતાવી.મકાન માલિક છેલ્લા ૧૨ દિવસથી આ વૃદ્ધ માતાની દેખ રેખ રાખી રહયા છે. પણ દીકરી આજે પોતાની માતાએ તેની માટે કરેલું ઋણ ભૂલી ગઈ અને આજે તે માતાને બીમારીની હાલતમાં છોડીને જતી રહી. એવી તો કેવી દીકરી હશે કે જેને પોતાની બીમાર માતાનો પણ જરાય વિચાર ના આવ્યો.

વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે.ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.