દીકરીને ગંભીર બીમારી થતા સાસરિયાના લોકોએ તેને પિયરે મોકલી દીધી તો આજે માતા પોતાનું બધું છોડીને દિવસ રાત દીકરીની સેવા કરી રહી છે….. – GujjuKhabri

દીકરીને ગંભીર બીમારી થતા સાસરિયાના લોકોએ તેને પિયરે મોકલી દીધી તો આજે માતા પોતાનું બધું છોડીને દિવસ રાત દીકરીની સેવા કરી રહી છે…..

ઘણા પરિવારોમાં આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ જ્યાં ઘણી તકલીફ અને સમસ્યાઓ આવી જતી હોય છે અને ઘણીવાર તો એવું લાગે છે કે ભગવાનએ પરિવાર પર મુસીબતો અને તકલીફોના ટોપલા ખાલી કરી દીધા છે, આજે આપણે એક તેવા જ પરિવાર વિષે વાત કરીશું, આ પરિવારની સ્થિતિ જાણીને તમે પણ વિચારતા થઇ જશો.

માતા પિતા પોતાની બીમાર દીકરી માટે ખુબજ તકલીફ વેઠી રહ્યા હતા, પુષ્પાબેનના પરિવારની આર્થિક પરિસ્થિતિ ખુબ જ ખરાબ હતી એટલે તેઓ માંડ માંડ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા, પોતાની બીમાર દીકરી માટે પુષ્પાબેનએ પોતાનું બધું જ છોડી દીધું હતું અને પુષ્પાબેને જણાવતા કહ્યું હતું કે તેમની દીકરીના લગ્ન થઇ ચુક્યા હતા.

તેને બે બાળકો પણ હતા, ત્યારબાદ તેને અચાનક જ પેટની સમસ્યા થઇ તો તેનું ઓપરેશન કરવું પડ્યું અને તે પછી તેની સાસુએ તેને પોતાના પિયરમાં મોકલી લીધી હતી, દીકરી પિયરે આવી ગઈ તો પુષ્પાબેને પોતાની નોકરી છોડી દીધી અને આજે તે પોતાની દીકરીની આખો દિવસ સેવા કરી રહી હતી અને દીકરો છૂટક મજૂરી કરીને જે લાવે તેમાંથી તેઓ આખા પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા.

આ પરિવાર પાસે દીકરીને દવા લેવાના પણ પૈસા ન હતા એટલે આ પરિવારના લોકો તેમનું જીવન ખુબ જ મુશ્કેલીમાં અને તકલીફમાં જીવી રહ્યા હતા, પરિવારની આવી સ્થિતિ જોઈને સમાજ સેવાના કાર્ટ યુવકો તેમની મદદ માટે સામે આવ્યા હતા,

આ પરિવારના લોકોને અમુક દિવસે તો ખાવાનું પણ નથી મળતું એટલે તેઓ પાડોશી પાસેથી માંગીને ખાવાનું લાવતા હોય છે, તેથી તે યુવકોએ આ પરિવારના લોકોને દર મહિને ઘરે કરિયાણું આપવાનું કહ્યું હતું, આ યુવાનો પરિવાર માટે દેવદૂત બનીને આવ્યા હતા.

Credit By – SARVA SAMARTH FOUNDATION,GOOGLE PAY :- 9737879754, PHONE PAY :- 9737879754, BANK DETAILS , Bank,Name : IDFC BANK , Name : Sarva Samarth Foundation( Saving Account ), Account Number:- 10071354099, IFSC :- IDFB0040317, MICR Code : 380751014, Branch :- Rakhiyal , Ahmedabad, Helpline Number : 9737879754