દીકરીએ પોતાની રીતે પ્રેમ લગ્ન કરી લીધા પણ દીકરી સાથે થયું એવું કે તેનાથી ના સહેવાયું અને એટલામાં તો એવું પગલું ઉઠાવી લીધું કે… – GujjuKhabri

દીકરીએ પોતાની રીતે પ્રેમ લગ્ન કરી લીધા પણ દીકરી સાથે થયું એવું કે તેનાથી ના સહેવાયું અને એટલામાં તો એવું પગલું ઉઠાવી લીધું કે…

દરેક માતા પિતા એમ વિચારીને પોતાની દીકરીના લગ્ન કરાવે છે કે દીકરી સાસરીમાં ખુશ રહે પણ અમુકવાર દીકરીઓ જાતે જ પોતાની માટે પતિ શોધી લે છે અને અમુકવાર તેજ તેમના મૃત્યુનું કારણ પણ બનતા હોય છે. આવી જ એક ઘટના હાલ સામે આવી છે.એક નિકુ નામની યુવતીને એક યુવક સાથે પ્રેમ થઇ જતા તેની સાથે લગ્ન કરી લીધા હતા.પણ યુવકના માતા પિતા નિકુને બિલકુલ પસંદ નહતા કરતા અને લગ્નના થોડા જ દિવસો પછી નિકુને તેના સાસરીવાળા લોકોએ હેરાન કરવાની શરૂઆત કરી દીધી હતી.

પ્રેમ લગ્ન કર્યા હોવાથી નિકુ પોતાના ઘરેથી કોઈપણ લઈને નહતી આવી માટે યુવકના માતા પિતા તેની પાસે અવાર નવાર બધી વસ્તુઓની માંગણી કરતા હતા અને તેમને ખુબજ હેરાન કરતા હતા.

નિકુ લગ્નના થોડા જ સમય પછી આ બધાથી ખુબજ કંટાળી ગઈ હતી અને તેને પોતાના પતિને પણ આ વાતની જાણ કરી હતી પણ તેના પતિનું પણ માતા પિતા સામે કઈ જ ચાલતું નહતું. માટે તે પણ તેની કોઈપણ જાતની મદદ નહતો કરી શકતો.

માટે દરરોજની આવા ત્રાસથી નિકુ કંટાળી ગઈ હતી અને તેને આખરે પોતાનું જીવન ટૂંકાવવાનું નક્કી કર્યું.તેને પેહલા વિડીયો બનાવ્યો અને વિડીયો માં બધી જ જાણકારી આપી કે તે કોના લીધે પોતાનું જીવન ટૂંકાવી રહી છે.

વિડીયો બનાવીને નિકુએ પોતાનું જીવન ટૂંકાવી દીધુ અને જયારે વિડીયો બધાની સામે આવ્યો તો માતા પિતા આ જોઈને રડી પડ્યા અને તેમને દીકરીના સાસુ સસરા અને પતિ વિરુદ્ધ પોલિસ ફરિયાદ નોંધાવી છે.