દીકરાનો જન્મ થતા નવસારીનો આ પરિવાર ખુશીઓ મનાવી રહ્યો હતો પણ કુદરતને આ ખુશી રાજ ના આવી અને બીજા જ દિવસે બન્યો એવો બનાવ કે…… – GujjuKhabri

દીકરાનો જન્મ થતા નવસારીનો આ પરિવાર ખુશીઓ મનાવી રહ્યો હતો પણ કુદરતને આ ખુશી રાજ ના આવી અને બીજા જ દિવસે બન્યો એવો બનાવ કે……

કુદરતના ખેલ પણ નિરાલા છે. પલમાં સુખ અને પલમાં દુઃખ આવી જતું હોય છે. નવસારીના વિરાવળ ગામમાં પણ એવું જ કઈ થયું છે. આખી વાતને જાણીને તમે પણ બોલી પાડશો કે ખરેખર કુદરતના ખેલ નિરાલા છે. વિરાવળ ગામમાં રહેતા હિરલભાઈના આજથી ૩ વર્ષ પહેલા ટ્વિકંલ બેન સાથે થયા હતા.

લગ્નના ત્રણ વર્ષ પછી ટ્વિંકલ બેન ગર્ભવતી થતા. આખા પરિવારમાં ખુશીઓ છવાઈ ગઈ હતી.આખો પરિવાર બેસબરીથી બાળકના આવવાની રાહ જોઈ રહ્યો હતો. ૧૬ મી ઓગસ્ટના દિવસે ટ્વિંકલ બેનને પ્રસુતિ પીડા થતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ત્યાં તેમને દીકરાને જન્મ અપાતા આખા પરિવારમાં ખુશીઓ છવાઈ ગઈ હતી અને આખા ગામમાં પેડા પ વેચવાના શરૂ થઇ ગયા હતા. પણ બીજા જ દિવસે અચાનક ટ્વિંકલ બેનની તબિયત બગડતા.

તેમને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન જ મૃત્યુ થઇ જતા આખા પરિવાર પર દુઃખના વાદળો તૂટી પડ્યા હતા. દીકરાને હજુ આ દુનિયામાં આયે એક જ દિવસ થયો હતો અને તેના પરથી માતાનો સાયો ઉઠી જતા ખુબજ દુઃખ છવાઈ ગયું હતું. ૩ વર્ષના ટૂંકા લગ્ન જીવનમાં જ પત્ની સાથ છોડીને જતી રહેતા હિરલ ભાઈ પર પણ દુઃખોના વાદળો તૂટી પડ્યા હતા.

કુદરતનો ખેલ પણ નિરાલો છે. એક દિવસ પહેલા પરિવાર દીકરાના જન્મની ખુશીઓ માનવતો હતો અને બીજા જ દીકરી માતાનું મૃત્યુ થઇ જતા સુખના દિવસો દુઃખમાં ફરવાઈ ગયા હતા. આજે આ ઘટનાથી આખા પરિવાર પણ આભ તૂટી પડ્યું છે.

વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે.ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.