દીકરાએ જાતે જ પોતાનું જીવન ટૂંકાવતાં માતા-પિતાએ પોલીસ પર લગાવ્યો આ આરોપ…. – GujjuKhabri

દીકરાએ જાતે જ પોતાનું જીવન ટૂંકાવતાં માતા-પિતાએ પોલીસ પર લગાવ્યો આ આરોપ….

તાજેતરમાં જ રાજકોટ શહેરથી એક દુઃખદાયી ઘટના પ્રકાશમાં આવી છે.ઘટના એવી છે કે જાણીને તમારી આંખમાંથી આંસુઓ ટપકી પડશે.સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે રાજકોટના જસદણમાં ATM માંથી પૈસા ચોરીને મામલે જય ગોસ્વામી નામના યુવકને ટોર્ચર કરી પુછપરછ કરતા યુવકે ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો છે.આ દુઃખદ ઘટનાને કારણે મૃતકના યુવાનના પરિવારના સભ્યોએ પોલીસ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે.

સમગ્ર ઘટના જણાવીએ તો રાજકોટમાં રૈયાનાકા ટાવર પાસે રહેતા જય અતુલગીરી ગોસ્વામી નામના યુવકે સોમવારે સાંજે પોતાના જ ઘરે અગાસી પર ચાદરને પંખાના હૂક સાથે બાંધી ગળોફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.તમને જણાવીએ કે જય એટીએમમાં પૈસા નાખવાનું કામ કરતી સિક્યોર વેલ્યુ નામની એજન્સીમાં કામ કરતો હતો પણ

તા.15ના જય સહિતનો સ્ટાફ જસદણ ગયો હતો અને એટીએમમાં રૂ.22 લાખ નાખ્યા હતા.ત્યારબાદ એટીએમમાંથી રૂ.17 લાખની ચોરી થતાં ચોરીની શંકાના આધારે પોલીસે તેને પોલીસ મથક ખાતે બોલાવ્યો હતો.આ મુદ્દે પરિવારજનોનો આક્ષેપ છે કે પોલીસે તેને ટોર્ચર કર્યું હતું એટલે જયએ આપઘાત કર્યો છે.પરિવારે મૃતદેહ સ્વીકારવા ઈન્કાર કરતા પોલીસ સિવિલ હોસ્પિટલે દોડી ગઈ હતી.

જયને એક કિડની હોવાની વાત કરવા છતાં પોલીસ કર્મચારીઓ તેના પર ચડીને ખૂંદવા લાગ્યા હતા,ચોરી કબૂલી લેવા માટે જયને અસહ્ય માર માર્યો હતો.સોમવારે જય રાજકોટમાં આવેલી એજન્સીની ઓફિસે ગયો હતો.ત્યાં મેનેજર સહિતના સ્ટાફે કલાકો તેને બેસાડી રાખી ટોર્ચર કર્યો હતો.બપોરે ઘરે આવ્યા બાદ સાંજે જયે અંતિમ પગલું ભરી લીધું હતું.ખરેખર માતા પિતાએ આક્ષેપ કર્યા છે કે તેમના દીકરાએ પોલીસના અસહ્ય ત્રાસના લીધે પોતાનુઁ જીવન ટૂંકાવ્યું છે.