દિવ્યાબહેન ચૌધરી અલગ જ અંદાજમાં એરપોર્ટ પર જોવા મળ્યા તેઓ હાલમાં ઉનાળુ વેકેશન મનાવવા આ ખાસ જગ્યા પર જઈ રહ્યા છે.
ગુજરાતની ધરતી પર નાના મોટા હજારો કલાકારો આવેલા છે અને આ બધા જ કલાકારો તેમની જુદી જુદી કલાથી વખણાય છે. ગુજરાતમાં આ બધા જ કલાકારોને લાખોની સંખ્યામાં ચાહક વર્ગ પણ હોય છે, ચાહક વર્ગને પસંદ આવે એવા ગીતો આ કલાકારો લાવતા હોય છે.એવામાં હાલમાં એક પછી એક એમ ગુજરાતના બધા જ કલાકરો ઉનાળાનું વેકેશન મનાવવા માટે વિદેશમાં જાય છે.જેમાં પહેલા કિંજલ દવે, ઉર્વશી રાદડિયા દુબઇના પ્રવાસે ગયા હતા તેમના પછી જીગ્નેશ બારોટ ગયા પછી ગમન સાંથાલ પણ ગયા હતા.
ગીતા બેન રબારી પણ અમેરિકાના પ્રવાસે ગયા હતા, એવી જ રીતે હાલમાં દિવ્યા ચૌધરી જેઓ વિદેશમાં ફરવા માટે નીકળ્યા છે, દિવ્યા બહેન ચૌધરીએ હાલમાં એરપોર્ટ પરથી તસ્વીર ચાહક મિત્રોની માટે શેર કરી હતી.
દિવ્યા બહેન ફરવા માટે દુબઇ કે અમેરિકા નહિ પણ શિકાગો ગયા છે, તેઓ શિકાગો ફરવા ગયા છે અને તેમના ફોટાઓનો ચાહક મિત્રો ખુબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. વર્ષ ૨૦૨૨ ની શરૂઆતમાં જ બધા જ કલાકારોએ ખુબ જ મોંઘી ગાડીઓ લીધી અને એક પછી એક એમ બધા જ કલાકારો વિદેશના પ્રવાસે પણ જવા લાગ્યા છે.
આમ આપણા ગુજરાતી કલાકારો પણ પોતાની લાઈફને લક્ઝુરિયસ રીતે જીવે છે અને મોજ કરે છે, દિવ્યા બહેન ચૌધરી તેમની જીવન ખુબ જ મોજથી જીવે છે અને અહીંયા સુધી પહોંચવા માટે તેઓએ તેમના જીવનમાં ઘણા એવા સંઘર્ષો પણ કર્યા છે અને તેમના આ સંઘર્ષોથી તેઓ અહીંયા સુધી પહોંચ્યા છે.