દિવ્યાંગ દંપતીની આર્થિક સ્થિતિ એટલી નબળી છે દીકરાને ભણાવવા માટે વ્યાજે પૈસા… – GujjuKhabri

દિવ્યાંગ દંપતીની આર્થિક સ્થિતિ એટલી નબળી છે દીકરાને ભણાવવા માટે વ્યાજે પૈસા…

અપંગ લોકોનું જીવન કેટલું મુશ્કેલ ભર્યું હોય એ આપણે બધાં જાણીએ જ છીએ, અમુક લોકો પગે ચાલતા ન હોવાથી બહું તકલીફ થતી હોય છે. પછી તેનું ભરણપોષણ કરવાવાળું જ કોઈ ના હોય તેને બહું બધી મુશ્કેલી વેઠવી પડતી હોય છે.આ નિરાધાર લોકોની મદદે જોઈ આવી જાય તો તેના જીવનમાં ઘણો બદલાવ જોવા મળે આવી જ એક વ્યક્તિ છે જેની મદદ માટે એક હેલ્પ ટીમના સમાજ સેવક આવ્યાં હતાં તેના જીવન વિશે જાણાવાની કોશિશ કરી તો ચોકાવનારા કારણો જાણાવા મળ્યાં હતાં.

આ વ્યક્તિ વિશે સમાજ સેવક પણ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો હતો કારણ કે તે જે સ્થિતિમાં હતો તે જોઈને કોઈ પણ માસણ ભાવુક થઈ જાય તો આવો જાણીએ કે આ વ્યક્તિ આખરે આવી હાલતમાં શા માટે રહેવા મજબૂર છે.

આ દિવ્યાંગ દંપતી છે તેની આર્થિક સ્થિતિ ખૂબ નબળી છે, તેમની આર્થિક તંગી વિશે વાત કરતા બહેન જણાવે છે કે મારા પતિ રિક્ષા ચલાવે છે પરંતુ તેમાં સરખો ધંધો નથી થતો જેના કારણે અમને અત્યારે ખૂબ તકલીફ પડી રહી છે. આગળ આ દંપતી જણાવે છે.કે અમારી પાસે રિક્ષા છે પણ તે ભાડાની છે તો આ રિક્ષાનું 150 રૂપિયા ભાડુ કાઢવું પડે છે પછી રિક્ષા ચલાવવા માટે પેટ્રોલની જરૂર પડે તો તેના માટે 200 રૂપિયાનો ખર્ચ આવી જાય અને કુલ પાંચ રૂપિયા ખર્ચ કાઢીને પછી જે વધે તે અમારા માટે હોય છે પરંતુ અત્યારે રિક્ષામાં એટલી કમાણી નથી થતી કે 500 રૂપિયા પણ કમાય શકીએ.

તેમના દીકરાના અભ્યાસ વિશે વાત કરતા આ દંપતી જણાવે છે અમે 10 ટકા વ્યાજે લઈને મારા દીકરાને ભણવવા માટે ફી ભરીએ છીએ. મારો મોટો દીકરો નવમું ભણે છે નાનો દીકરો સાતમું ભણે છે મોટાને વ્યાજે પૈસા લઈને ભણાવીએ છીએ પરંતુ નાના દીકરાને ન ભણાવી શક્યાં.મારા નાના દીકરાને અભ્યાસ માટે સ્કૂલમાંથી કહ્યું કે પહેલા ફી ભરી જાઓ પછી જ તમારા દીકરાને એડમિશન મળશે તો અમારાથી આટલો ખર્ચ ઉપડે એમ ન હતો તો અમે તેને ત્યાં ના ભણાવ્યો. કામ અંગે વાત કરતા બહેન કહે છે કે અમે અને મારો દીકરો સાડીમાં ડાઈમંડ લગાવી છીએ.

તેમનાથી અમારૂ ઘર ચાલે પરંતુ કામ ન હોય તો ઘરમાં ખાવાના પણ ફાંફા પડી જતા હોય છે આગળ દંપતી વાત કરતા જણાવે છે કે અમારે ખાસ જરૂર તો મારા દીકરાના અભ્યાસની ફીમાં થોડી મદદ મળી રહે તો સારૂ. બાકી ઘર તો અમે ગમે તેમ કરીને ચલાવી જ લઈશું.પછી એક દિવસ જો ખાવાનું નહીં હોય તો ચાલશે. લોકડાઉનમાં તો અમારી રિક્ષાનું કામ પણ અટકી પડ્યું હતું જેથી અમારે વધારે તકલીફ પડી હતી મિત્રો આના બારામાં તમારે શું કહેવું છે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જાણવો.