દિવસ રાત એક કરીને આ દીકરીએ UPPCS ની પરીક્ષા પાસ કરીને અધિકારી બની પરિવારનું નામ દેશભરમાં રોશન કર્યું…..
હાલના સમયમાં બધા જ લોકો પોતાની મહેનતથી આગળ વધતા હોય છે અને આગળ વધીને પરિવારનું નામ પણ રોશન કરતા હોય છે. બધા જ યુવાનો આજે તેમના અભ્યાસ પછી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય છે અને સરકારી પરીક્ષા પાસ કરીને પરિવારનું નામ રોશન કરતા હોય છે.
હાલમાં એક દીકરીએ UPPCS ની પરીક્ષા પાસ કરીને માતા-પિતાનું નામ રોશન કર્યું છે.ઉત્તરપ્રદેશના ઉન્નાવની સૌમ્યા મિશ્રાએ UPPCS 2021ની પરીક્ષામાં બીજું સ્થાન મેળવ્યું છે, તેને બીજા પ્રયાસમાં આ પરીક્ષા પાસ કરી હતી.
સૌમ્યાએ તેનો અભ્યાસ દિલ્હીથી કર્યો હતો અને તેના પરિવારમાં પિતા, માતા અને એક ભાઈ-બહેન છે. આ દીકરીનો પરિવાર દિલ્હીમાં રહે છે અને ત્યાંથી જ સૌમ્યાએ પરીક્ષા પાસ કરી હતી.
સૌમ્યાએ તેનો મોટાભાગના સમય દિલ્હીમાં રહીને જ પૂરો કર્યો છે અને દિલ્હીની સરકારી પ્રતિભા વિદ્યાલય યમુના બિહારમાં ધોરણ ૧૨ સુધીનો અભ્યાસ કરીને દિલ્હી યુનિવર્સિટીની કિરોરી માલ કોલેજમાંથી ભૂગોળમાંથી ગ્રેજ્યુએશનનો અભ્યાસ પૂરો કર્યો હતો.
તેઓએ પછી એમએ પણ કર્યું હતું, તેનું પહેલાથી જ સપનું એવું હતું કે તે ઓફિસર બને.તો દીકરીએ તૈયારી ચાલુ કરી અને પહેલા પ્રયાસે તે પરીક્ષા પાસ નહતી કરી શકી તો હિંમત હાર્યા વગર તેઓ આગળ વધ્યા અને બીજા પ્રયાસે દિવસ રાત એક કરીને તેઓએ મહેનત ચાલુ કરી હતી. તેઓએ બીજા પ્રયાસે પરીક્ષા પાસ કરીને પરિવારનું નામ દેશભરમાં રોશન કર્યું હતું.
નોધ:- વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે.ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.