દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ઘરે લઈ જઇ જમાડનાર રિક્ષા ચાલકે મારી પલટી,કહ્યું હું મોદીનો આશિક છું,જુઓ વિડીયો – GujjuKhabri

દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ઘરે લઈ જઇ જમાડનાર રિક્ષા ચાલકે મારી પલટી,કહ્યું હું મોદીનો આશિક છું,જુઓ વિડીયો

થોડાક જ દિવસો પહેલા સમગ્ર ગુજરાતની નજર એક રિક્ષા ચાલક પર હતી.કારણ કે તેણે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને તેની રિક્ષામાં બેસાડીને તેના ઘરે ભોજન જમાડવા લઇ ગયો હતો.હવે આ યુવાનનો વધુ એક વિડીયો વાયરલ થયો છે.ગત રોજ તે પ્રધાનમંત્રીની સભામાં પોહ્ચ્યો હતો.તમને જણાવી દઈએ કે આ યુવક એકલો જ સભામાં પોહચ્યો ન હતો.

પરંતુ તે પોતાના વિસ્તારના લોકોને સાથે લઈને પોહચ્યો હતો.એટલું જ નહીં તેણે ભાજપનો ખેસ પણ પહેર્યો હતો.ગત રોજ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અને અમદાવાદ મેટ્રો રેલ ફેઝ 1ના પશ્ચિમ કોરિડોરનું ઉદઘાટન કરવામાં અઆવ્યું હતું.વસ્ત્રાપુર ખાતે વડાપ્રધાનની જાહેરસભા યોજાઈ હતી.

આં દરમિયાન તેણે કહ્યું કે હું ભાજપમાં છું અને રહીશ.માત્ર મેં કેજરીવાલને ભોજન માટેનું આમંત્રણ આપ્યું હતું પરંતુ મને ખબર નહોતી કે તેઓ આવશે.કેજરીવાલ આવ્યા એટલે એમનું માન જાળવવા માટે ઘરે જમાડીને મોકલી દીધા હતા.આ સિવાયની અન્ય કોઈ વાત થઇ બ હતી.હું આપ સાથે જોડાયેલો નથી અને ક્યારેય જોડાવનો નથી.વધુમાં ઉમેરતા કહ્યું કે હું જ્યારથી વોટ નાખતા શીખ્યો છું ત્યારથી જ ભાજપમાં જોડાયેલો છું અને મોદી સાહેબનો આશિક છું.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ આગામી વિધાનસભા ચૂંટણીને લઈને દરેક સ્થળે રેલીઓ કરી રહ્યા છે. જેમાં તેઓ ગુજરાતના પ્રવાસે પણ પહોંચ્યા હતા.અહીં તેમણે ઓટો-રિક્ષા ડ્રાઈવરોની એક સભાને પણ સંબોધિત કરી હતી.ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આપ દ્વારા રિક્ષા કેમ્પેઈન અંતર્ગત લોકોને વોટ માટે રિઝવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.