દાદીમા એ 84 વર્ષની ઉંમરે મુંબઈથી ટ્રેનમાં આવી પોપટભાઈ ફાઉન્ડેશન ને આપ્યું 2 લાખનું દાન… – GujjuKhabri

દાદીમા એ 84 વર્ષની ઉંમરે મુંબઈથી ટ્રેનમાં આવી પોપટભાઈ ફાઉન્ડેશન ને આપ્યું 2 લાખનું દાન…

પોપટભાઈ ફાઉન્ડેશન નામની સંસ્થા શરૂ કરનાર પોપટભાઈ આહીર નું નામ આજે કોઈથી અજાણ્યું નથી માત્ર ૨૩-૨૪ વર્ષની ઉમરે યુવાનો જયા નશા અને ખોટી લતે ચડી જતા હોય છે.

આજના સ્વાર્થના જમાનામાં લોકો બીજાના પૈસા પણ લૂંટી લેવાના મૂડમાં હોય છે.એવામાં હાલમાં પણ કેટલાક લોકો છે જે પોતાની ચિંતા કર્યા વિના બીજાની મદદ કરતા હોય છે.આવા જ એક દાદીમાનો વીડિયો હાલમાં પોપટભાઈ આહિરે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે .પોપટભાઈ આહીર જે યુવાન હોવા છતાં પણ નશા કે અન્ય ખોટી લતે ચડવાને બદલે ગરીબની સેવા કરી રહ્યા છે.

તેમને હાલમાં એક વીડિયો શેર કર્યો છે જેમાં તેમને જણાવ્યું કે ભાનુમતી નામના એક દાદીમા મુંબઈના રહેવાસી છે તે ખાસ તેમને મળવા સુરત આવ્યા છે.

એટલું જ નહિ દાદીએ મહુવામાં બનવા જઈ રહેલા સોશિયલ મીડિયા આશ્રમ માટે સંસ્થા ને ૨ લાખ રૂપિયાનું દાન પણ આપ્યું છે જણાવી દઈએ કે મહુવા ભાવનગર હાઇવે પર ૨૮ ઓગસ્ટે સોશિયલ મીડિયા આશ્રમ ની શરૂઆત થઈ ગઈ છે.આ શરૂઆત નિમિતે ડાયરા નું આયોજન કરવામાં આવ્યું હતું.