દાદા અને પૌત્ર ખેતરમાં સાથે ગયા અને મોડે સુધી ઘરે પરત ના આવતા પરિવારને જે જાણવા મળ્યું તે જાણીને આખો પરિવાર ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. – GujjuKhabri

દાદા અને પૌત્ર ખેતરમાં સાથે ગયા અને મોડે સુધી ઘરે પરત ના આવતા પરિવારને જે જાણવા મળ્યું તે જાણીને આખો પરિવાર ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો.

આકસ્મિક ઘટનાઓ રોજે રોજ બની જતી હોય છે અને તેમાં કેટલાય લોકોને તેમનો જીવ ગુમાવવો પડતો હોય છે. હાલમાં વરસાદી માહોલમાં ઘણા એવા બનાવો બનતા હોય છે જેમાં હાલ એક સાથે દાદા પૌત્રનું આ ઘટના બનાવથી મૃત્યુ થઇ ગયું છે. આ કિસ્સો ગોધરાના ભલાણીયાના સરદારપુરા ફળિયામાં હાલમાં આ ઘટના બની હતી.

રાત્રે જાલમભાઈ તેમના પૌત્ર દિપકભાઈ સાથે તેમને ખેતરમાં ગયા હતા, તેમને ખેતી કરેલી હતી તો તેઓ ત્યાં જોવા માટે ગયા હતા. ત્યાં આગળ દીપકભાઈ ચાલતા હતા અને તેમને અચાનક આકસ્મિક રીતે કરંટ લાગ્યો હતો અને તેથી તેઓએ બુમા બૂમ કરી દીધી હતી આ સાંભળીને તેમના દાદા જાલમભાઈ દોડીને ખેતરમાં ગયા હતા.

આમ તેઓએ તેમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પણ તેમને પણ વીજ કરંટ લાગી ગયો હતો અને તેથી બંનેને કરંટ લાગવાને લીધે તેમના મૃત્યુ થઇ ગયા હતા. આમ દાદાએ અને તેમના પૌત્રએ એક સાથે આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. આમ ઘટના વિષે પરિવારના લોકોને જાણ થતા આખા પરિવારમાં અરેરાટીનો માહોલ બની ગયો હતો.

આ ઘટના વિષે પરિવારના લોકોને જેવી ખબર પડી કે બધા જ લોકો દોડીને ખેતરમાં ગયા હતા અને આ ઘટના પછી બધા જ લોકોને તેનું દુઃખ પણ પહોંચ્યું હતું. ઘરના મોભીનું મૃત્યુ થઇ જતા પરિવારમાં અરેરાટીનો માહોલ બની ગયો હતો.