દાંતીવાડાના આ વ્યક્તિએ ગુજરાત પોલીસની નોકરી છોડીને ચાલુ કરી બટાકાની ખેતી અને આજે તેમાંથી દર વર્ષે સાડા ત્રણ કરોડ રૂપિયાની કમાણી કરીને બીજા ખેડૂતોને આ ખેતી કરવા પ્રેરણા આપે છે…. – GujjuKhabri

દાંતીવાડાના આ વ્યક્તિએ ગુજરાત પોલીસની નોકરી છોડીને ચાલુ કરી બટાકાની ખેતી અને આજે તેમાંથી દર વર્ષે સાડા ત્રણ કરોડ રૂપિયાની કમાણી કરીને બીજા ખેડૂતોને આ ખેતી કરવા પ્રેરણા આપે છે….

આપણે ઘણા વ્યક્તિઓને જોતા હોઈએ છીએ જે સારા પગારવાળી નોકરીઓ છોડીને ખેતી તરફ આગળ વધતા હોય છે અને તેમાંથી ઘણી સારી કમાણી કરતા હોય છે, આજે આપણે એક તેવા જ ગુજરાતના પાર્થિભાઈ વિષે વાત કરીશું, પાર્થિભાઈએ પોતાના જીવનમાં પોલીસની નોકરી છોડીને બટાકાની ખેતી કરવાની શરૂ કરી હતી.

પાર્થિભાઈ ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા હતા અને તેઓ બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડાના રહેવાસી હતા, પાર્થિભાઈને નોકરીની સાથે સાથે ખેતીમાં પણ ખુબ જ રસ હતો એટલે પાર્થિભાઈએ ઓગણીસ વર્ષ પહેલા જ પોલીસની નોકરી છોડી દીધી હતી, ત્યારબાદ પાર્થિભાઈએ સંપૂર્ણપણે ખેતી કરવાનું શરૂ કર્યું હતું, પાર્થિભાઈને ખેતી માટે નોકરીની કેટલીક ક્ષણો પણ મદદરૂપ સાબિત થઈ હતી.

પાર્થિભાઈ જે સમયે નોકરી કરતા હતા તે સમયે તેમને એક વિદેશી કંપની મેકન દ્વારા તાલીમ લેવાની તક મળી હતી, આ કંપની બટાકાને લગતા અનેક પ્રકારનું ઉત્પાદન કરી રહી હતી, તેની સાથે સાથે કંપની ગુણવત્તાયુક્ત બટાકાનું ઉત્પાદન કરવા માટે પણ ઘણા લોકોને તાલીમ આપી રહી હતી, તેથી પાર્થિભાઈએ પણ ખેતી કરવાનું બધું જ માર્ગદર્શન ત્યાંથી લીધું હતું.

ત્યારબાદ પાર્થિભાઈએ બટાકાની ખેતી કરવાનું નક્કી કર્યું હતું, પાર્થિભાઈ જ્યાં રહેતા હતા ત્યાં પાણીની ખુબ જ અછત હતી તો તે માટે પાર્થિભાઈએ ટપક સિંચાઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીને સમસ્યાનું નિરાકરણ કર્યું હતું, ટપક સિંચાઈની પદ્ધતિથી પાણી અને ખાતર એમ બંનેની બચત થાય છે,

પાર્થિભાઈ આજે તેમની બટાકાની ખેતીમાંથી દર વર્ષે સાડા ત્રણ કરોડ રૂપિયાની કમાણી કરીને તેની સાથે સાથે સોળ લોકોને રોજગારી પણ આપી રહ્યા હતા, આથી પાર્થિભાઈએ આ ખેતી કરવા માટે અનેક ખેડૂતોને પ્રેરિત કર્યા હતા.

વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.